પાટણના હાઈવે સ્થિતિ બંસી કાઠીયાવાડી હોટલ પાસે અલ્ટો ગાડી અને ટર્બો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ડીસા શહેરનો ઠકકર પરિવાર પોતાના સંબંધીને ત્યાં લગ્ન હોઈ પાટણ શહેરના મીરા દરવાજા ખાતે આવેલ ઠકકરની વાડી ખાતે આવતા હતા તે દરમ્યાન બપોરના સુમારે બંસી કાઠીયાવાડી હોટલ પાસે અલ્ટો ગાડીને ટર્બોએ ટકકર મારી અકસ્માત સર્જાયો હતો.
ત્યારે આ અકસ્માત સર્જતાં આજુબાજુના લોકો એકત્રિત થઈ જવા પામ્યા હતા. ત્યારે ટર્બો અને અલ્ટો ગાડી વચ્ચે સમાધાન થઈ ગયા બાદ ઠકકર પરિવાર ગાડીમાં બેસતાં ગાડીમાં મૂકેલા બે લેડીઝ પર્સ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતા ત્યારે આ લેડીઝ પર્સમાં પચ્ચીસ હજાર રોકડ સહિત અગત્યના ડોકયુમેન્ટ હોઈ ધવલ ઠકકરે તેઓની ગાડીમાંથી બે પર્સ ચોરી થઈ ગયા હોવાની અરજી બી ડિવીઝન પોલીસ મથકે આપી હતી.
