Patan : પાટણ મા નગરપાલિકા ની ઉદાસીનતા ના કારણે રખડતા ઢોરો નો આતંક યથાવત રહ્યો હોવાની પ્રતિતી કરાવતા હોય તેવા દ્રશ્યો ગુરૂવારે શહેરના યમુના વાડી નજીક રસ્તા વચ્ચોવચ્ચ આખલાઓનાં યુધ્ધ ને જોતા ચરિતાર્થ થયો હતો. શહેર ની યમુના વાડી પાસે બે આખલા વચ્ચે નું યુદ્ધ જામતાં આસ પાસ ના લોકો સહિત માગૅ પર થી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો ભય ભીંત બન્યા હતા.
પાલિકા તંત્ર રખડતા ઢોરે ને ડબ્બે કરવા મા સદંતર નિષ્ફળ
પાલિકા તંત્ર રખડતા ઢોરે ને ડબ્બે કરવા મા સદંતર નિષ્ફળ બની હોય જેના કારણે અવારનવાર માગૅ પર રખડતાં આખલાઓનાં યુદ્ધ સામે આવી રહ્યાં હોવાનો બળાપો પાટણ ના નગરજનોએ વ્યકત કર્યો હતો. જોકે યમુના વાડી નજીક આખલાના યુદ્ધ ને શાંત કરવા વિસ્તારના સૌએ ભારે જહેમત ઉઠાવી બન્ને આખલાઓને ભગાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.