પાટણ શહેરમાં નગરપાલિકા હસ્તકના નવ જેટલા વિવિધ શોપીંગ સેન્ટરોમાં ૭૦૦ જેટલી દુકાનોમાં વેપારીઓ ભાડાચિઠીથી વેપાર-ધંધો કરી રહયા છે ત્યારે વૈશ્વિક કોરોના મહામારીને લઈ છેલ્લા બે વર્ષ થી શહેરના તમામ વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને તેઓની કોઈ આવકનો સ્ત્રોત પણ નથી ત્યારે સરકાર જુદાજુદા ડિસ્ટ્રીકશનો કરી રહી છે.
ત્યારે ગતસાલે ભાજપની જ બોડીમાં મહેન્દ્ર પટેલના પ્રમુખ પદ હેઠળ ૧૬મી માર્ચ ર૦ર૦ના રોજ નગરપાલિકા હસ્તકના તમામ શોપીંગ સેન્ટરોના દુકાનોની ટ્રાન્સફર ફી બમણી કરી દેવામાં આવી હતી ત્યારે ચાલુસાલે વૈશ્વિક કોરોના મહામારીની અસર હજુ ચાલુ છે ત્યારે ભાજપના જ ચાલુ શાસકો દ્વારા ફરીવાર બમણી ટ્રાન્સફર ફીને તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ફરીથી બમણી કરી દેતાં વેપારી સાથે ઘોર અન્યાય કર્યો
અપક્ષના ઉમેદવાર ડો.નરેશ દવેએ આક્ષોપો કરી વિપક્ષાના તમામ સભ્યો દ્વારા પાલિકા હસ્તકની દુકાનોની ટ્રાન્સફર ફી એકજ વર્ષમાં ફરીથી બમણી કરાતાં આ બાબતે તેઓએ વિરોધ દર્શાવ્યો હતો અને આ બાબતે વેપારીઓ જાગૃત થઈ ભાજપ શાસિત પાલિકાની બોડીમાં કરવામાં આવી રહેલા અસહય ટ્રાન્સફર ફીના વધારાના વિરોધમાં આગામી સમયમાં ભાજપ વિરુધ્ધ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શિત કરે તો નવાઈ નહીં.