પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીનના ૧૦૦ કરોડ ડોઝના સિમાચિહ્નની સિદ્ઘિની ઉજવણી અંતર્ગત કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો હતો.

જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વેકિ્સનેશનની ઉત્તમ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.ગત તા.૧૬ જાન્યુઆરી, ર૦ર૧થી દેશભરમાં શરૂ થયેલા કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાકાળ દરમ્યાન દર્દીઓની સારવાર અને રસીકરણ અભિયાન અંતર્ગત સતત કાર્યરત રહેલા હેલ્થકેર વર્કર્સની કામગીરીને બિરદાવવાના ભાગરૂપે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષકઓ દ્વારા પાટણ તથા ધારપુર જનરલ હોસ્પિટલના તબીબો તથા નર્સિંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વેક્સીનના ૧૦૦ કરોડ ડોઝની સિદ્ઘિમાં પાટણ જિલ્લાનું પણ યોગદાન છે. આજે જિલ્લામાં મહત્તમ રસીકરણ માટે સતત કાર્યરત આરોગ્યકર્મીઓનું વહિવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બાકી રહેલા નાગરિકોનું પણ ઝડપથી રસીકરણ પૂર્ણ કરી શકાય તે માટે તેમને પ્રોત્સાહન મળશે.

પાટણ સિવિલ હોસ્પિટલના વેક્સીનેશન વોર્ડ નજીક પોલીસ વિભાગ તથા મેડીકલ સ્ટાફ દ્વારા કોરોના રસીકરણના ૧૦૦ કરોડ ડોઝ થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024