પાટણ રાજ મહેલ રોડ ઉપર આવેલ ગાંધી સ્મૃતિ હોલ ખાતે સેવા સંગઠન પર્વ અંતર્ગત પાટણ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોરોના વાયરસ ની મહામારીમાં પોતાના જીવના જોખમે લોકોની સેવા કરેલ આરોગ્ય કર્મીઆેનું સન્માન કરવામાં આવ્યું હતું તેમને પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપી તેઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી.આ સાથે સાથે પાટણ શહેરની સેવાભાવી સંસ્થાઆેના આગેવાનોનું પણ પ્રમાણપત્ર આપી અને શાલ આેઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કોરોના વાયરસની બીજી લહેર માં પાટણ શહેર સહિત જીલ્લામાં આરોગ્યકર્મીઆેએ ખડેપગે રહીને પોતાના જીવના જોખમે લોકો માટે પાલનહાર બન્યા હતા.
તો સેવાભાવી સંસ્થાઆે દ્વારા પણ દર્દીઆે માટે આેિક્સજન, બ્લડ, ટિફિન, બેડ તેમજ જમવાની વ્યવસ્થા ઉભી કરી હતી. આ સમગ્ર કામગીરીને શહેર ભાજપ યુવામોરચા દ્વારા બિરદાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ જિલ્લા પ્રભારી નૌકાબેન પ્રજાપતિ ગોિવદભાઈ પટેલ યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ કૌશલભાઇ જોશી સહિત જીલ્લાના હોદ્દેદારો અને યુવા મોરચાના હોદેદારો ઉપિસ્થત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તો વૈશ્વિક કોરોના મહામારીમાં જિલ્લાના સમાચારો પોતાના જીવના અને પરિવારની ચિંતા કર્યા વિના લોકોને ઘરે બેઠા પહોંચાડનાર દેશની ચોથી જાગીર એવા પત્રકાર મિત્રોનું આ તબકકે કોરોના વોરિયર્સ તરીકેનું સન્માન કરવાનું પાટણ જિલ્લા યુવા મોરચા ભુલી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો.