પાટણ શહેરમાં રવિવારથી દશામાનાં દશ દિવસનાં વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે . જેને લઇને વ્રતધારી મહિલાઆેએ વ્રતની ઉજવણી ભિક્તસભર રીતે કરવા માટે સતા ધારણ કરી લીધી છે . તેની સાથે સાથે ગતરોજ પાટણ શહેરનાં હિંગળાચાચર અને બગવાડા ચોક વિસ્તારમાં અન્ય સ્થળે દશામાની પી.આે.પી. તથા માટીમાંથી નિર્મિત કરેલી વિવિધ પ્રકારની રંગબેરંગી , મનમોહક ઊંટ સવારી માતાજીની પ્રતિમાઆેના બજારો ભરચક રીતે ભરાયા હતા .
શહેરમાં સંખ્યાબંધ સિઝનલ વેપારીઆે તેમની હંગામી દુકાનો – લારીઆેમાં સંખ્યાબંધ રૂા.૧૦૦ થી લઈને ૧૦૦૦ ઉપરાંતની દશામાની પ્રતિમાઆે લઈને વેચવા માટે ઉભા હતા. મૂર્તિઆેની સાથે સાથે પુજાપો – શ્રીફળ , વસ્ત્રો સહિતની સામગ્રીનું બજાર પાટણમાં ખુલી ગયું હતું.
પાટણમાં દશામાના શિક્તપીઠ ખાતે ૧૦ દિવસ સુધી મેળો અને દર્શન આરતીનાં કાર્યક્રમો યોજાય તેની તૈયારીઆે થઇ ચુકી છે . આ સિવાય પ્રતિમાઆેને ગતરોજ સાંજે પોતાનાં ઘરે સ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં વ્યિક્તગત રીતે પરિવારો અને મહોલ્લા પોળોમાં સામુહિક મહોત્સવનાં આયોજનો માટે આઉથી મૂર્તિઆેનાં આપેલા આેર્ડરો પ્રમાણે વિધિવિધાન અને વાજતે ગાજતે મૂર્તિઆે લેવા માટે સાંજે પાટણનાં હિંગળાચાચર ચોકમાં ભારે ભીડ જોવા મળી હતી.
આમ તો પી.આે.પી.ની પ્રતિમાઆે વિસર્જન કરાતાં તે જળમાં આેગળતી ન હોવાથી પ્રદુષણ વધતું હોવાથી તેવી મૂર્તિઆેનાં વેચાણ પર પ્રતિબંધો આવેલા છે . છતાં પણ તેવી મૂર્તિઆેનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે.
પરંતુ પાટણનાં રમકડાંનાં કારીગર આેતિયા પરિવારોએ ઘણા સમય પૂર્વે માટીમાંથી જાતે મૂર્તિઆે બનાવીને તેનું વેચાણ શરુ કરી દીધું હતું . જેની માંગ પણ આજે વધારે જોવા મળી હતી . માત્ર શ્રધ્ધા અને ભકિત સાથે વ્રત કરનારી મહિલાઆેએ માટીની પ્રતિમાઆે ઉપર ખાસ કળશ ઢોળ્યો હતો.