પાટણ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિબેટ અને ચાય પે ચર્ચાનો યોજાયો કાર્યક્રમ

૧ આેગસ્ટ થી શિક્ષકોના પડતર પ્રશ્નો માટે સોશીયલ મિડિયા મારફતે શિક્ષાકો આદોલન કરી રહ્યા છે. આશ્ચર્યજનક કાર્યક્રમ સંદર્ભે પણ કાલે ગુજરાતના પ૦૦ થી વધુ સ્થાનો પર ચાય પે ચર્ચા અને ડિબેટ જેવા કાર્યક્રમો ને સફળતા મળી છે પાટણ જીલ્લામાં ૧પ૦૦૦ કરતાં વધુ સેલ્ફી સહિત તમામ તાલુકામાં ચાય પે ચર્ચા કાર્યક્રમ થયા છે.સમગ્ર ગુજરાતમાં રપ૦૦૦ કરતાં વધુ સેલ્ફી માં શિક્ષક મિત્રો એ પોતાની માગણીઆે રજૂ કરી છે.

શિક્ષકોના આ સામુહિક પ્રયાસ ને સફળતા મળી છે ત્યારે ૯મી ઓગસ્ટ સોમવાર ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવગે ને સરકાર દ્વારા માગણીઆે સંદર્ભે બોલાવવામાં આવ્યા છે આપણા પડતર પ્રશ્નો ઉકેલાશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે હજુ પણ આપણું આદોલન ૧૦ તારીખ સુધી ચાલુ જ છે બાકી રહી ગયા હોય એવા પાટણ જીલ્લાના શિક્ષક મિત્રો જરૂર પોતાની સેલ્ફી મોકલી આપે સરકાર સાથે વાર્તા થયા બાદ પણ જો આપણી માગણીઆે પૂર્ણ નહી થાય તો રાજ્ય સંગઠન ની કોર ટીમ ફરીથી લડત કાર્યક્રમ આપશે પાટણ જીલ્લા ની ટીમ રાજ્ય સાથે જોડાશે.

પાટણ જીલ્લામાં ચાય પે ચર્ચા અને લાઈવ ડિબેટ કાર્યક્રમ ને ખૂબ મોટી સફળતા મળી છે તમામ તાલુકાના હોદ્દેદારો તથા ભાગ લેનાર શિક્ષક મિત્રો તેમજ સેલ્ફી મોકલનાર શિક્ષક મિત્રોએ ચાય પે ચર્ચાના કાર્યક્રમમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તો ગતરોજ યોજાયેલા શૈક્ષિાક મહાસંઘના ડીબેટ અને ચાય પે ચર્ચાના આશ્ચર્યજનક કાર્યક્રમ અંગે ધનરાજભાઈ ઠકકરે કંઈક આ રીતે પોતાના પડતર પ્રશ્નોને લઈ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.