પાટણ : પાટણથી બિલીયા ચારમાર્ગીય રોડનું કરાયું લોકાર્પણ

- Advertisement -

This browser does not support the video element.

આપણી સરકારના પાંચ વર્ષ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૬૭.પ૦ કરોડના ખર્ચે હારીજ-પાટણ -સિદ્ઘપુર -ખેરાલુ-વલાસણા-વિજયનગર રાજ્ય ધોરીમાર્ગ અંતર્ગત પાટણ થી બિલિયા ચારમાર્ગીય કરવાનું લોકાપ્રણ કાર્યક્રમ પાટણ ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલ એકલવ્ય સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ખેરાલુ ના ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા લોકાપ્રણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય ની ભાજપ સરકારે એકગામ ને બીજા થી જોડવાનું ભગીરથ કાર્ય કર્યુછે.આજે રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ અત્યાધુનિક રોડના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ ઘટ્યું છે.સરકાર પોતાના પાંચ વર્ષની ઉજવણી નહિ પરંતુ સેવાકાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર ના સહિયારા પ્રયાસ થી આજે ગામડાઓ આર્થીક રીતે સદ્ઘર થયા છે.

લોકોહિત માટે રાજ્ય સરકારે અસંખ્ય યોજનાઓ અમલમાં મૂકી છે.આમ આજના પ્રસંગે ધારસભ્યએ સરકારની અનેક યોજનાઓ લોકો સમક્ષ મૂકી હતી.આ કાર્યક્રમમાં પૂર્વ ધારસભ્ય રણછોડભાઈ દેસાઈ,ગોવિંદભાઇ પટેલ જિલ્લા પ્રભારી,મહામંત્રી ભાવેશભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,જિલ્લા મંત્રી જયરામભાઈ દેસાઈ,તાલુકા મહામંત્રી જલુજી ઠાકોર,હરિભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સહિત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓનલાઈન ઉદબોધન કર્યાં બાદ ગૃહમંત્રીના હસ્તે આ ઈ ધોરી માર્ગોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.