રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક ઉપિસ્થતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણનો સમારોહ યોજાયો હતો. રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની પૃણાહૂતિ નિમિત્તે વિકાસ દિવસ અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું કેિન્દ્રય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિકાસ દિવસ નિમિત્તે મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે, જ્ઞાતિ અને સબંધોના આધારે લડાતી ચૂંટણીઆેમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના લોકો સમક્ષ વિકાસની વાત મૂકી, જેને લોકોએ વધાવી. વિકાસની રાજનીતિના પ્રણેતા નરેન્દ્રભાઈના પદચિહ્નોને અનુસરી મુખ્યમંત્રી વિજયભાઈની આગેવાનીમાં રાજ્ય સરકારે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવ્યું છે.

ઉજવણી નહી પરંતુ જનકલ્યાણના કાર્યો ઉજાગર કરવા આ કાર્યક્રમોના આયોજન સંદર્ભે મહેસુલ મંત્રીએ જણાવ્યું કે, પ્રજાના કામો કરવા બદલ જો ઉજવણી જ કરવી હોત તો રાજ્ય સરકાર પ્રતિદિન ઉજવણી કરી શકે તેટલા વિકાસકાર્યો કર્યાં છે. પરંતુ પહેલી તારીખથી નવ તારીખ સુધી રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યાં છે.

લોકડાઉન દરમ્યાન અનાજનું વિતરણ હોય કે પરપ્રાંતિય પરિવારો પ્રતિ સંવેદના દાખવી તેમને વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા હોય, દુષ્કાળ કે અતિવૃષ્ટીમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાનના વળતરની વાત હોય કે કોરોના મહામારીમાં આરોગ્યલક્ષી સુવિધાઆેની વાત હોય રાજ્ય સરકાર હંમેશા પ્રજાની પડખે ઉભી છે. સરકારની સફળતાનો આધાર પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા પર છે એમ જણાવી મહેસુલ મંત્રીએ ઉમેયુઁ કે, પારદશીતા, સંવેદશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભ રાજ્ય સરકારે સમાજના તમામ વર્ગોની ચિંતા કરી તેમના વિકાસ માટે અવિરત કામ કયુઁ છે.

આ પ્રસંગે દિલ્હીથી વચ્ર્યુઅલ માધ્યમ થકી જોડાયેલા કેિન્દ્રય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા રાજ્યના વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ખાતમુહર્ત પૈકી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાઈડિનગ એન્ડ ઈમપ્રુવમેન્ટ આેફ પાટણ-ઉંઝા ચારમાગીય રસ્તાનો, હારીજ- પાટણ- સિદ્ઘપુર- ખેરાલુ- વલાસણા-વિજયનગર રોડ ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૪.૯૭ કરોડના ખર્ચે નવનિર્મિત ૪૧૪ આવાસોનું લોકાર્પણ અને રૂ.૬.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ર૦૩૬ આવાસોના ઈ-ખાતમુહર્ત પણ કરવામાં આવ્યા. સાથે શંખેશ્વર ખાતે આઈ.ટી.આઈ. તથા સુજલામ સુફલામ યોજના અંતર્ગત માતપુર-બ્રાહ્મણવાડા પાઈપલાઈનનું પણ કેન્દ્રીય મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. હતું.

વચ્ર્યુઅલ માધ્યમ થકી જોડાયેલા કેિન્દ્રય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા પાટણ જિલ્લાના સાંતલપુરથી સામખીયાળી સુધીના ગ્રીનફિલ્ડ હાઈવે તથા સાંચોરથી સાંતલપુર સુધીના એક્સપ્રેસ વે અંગે પણ મંજૂરી આપી રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂણાહૂતિ નિમિત્તે વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024