પાટણ : જિલ્લા માઈનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયો વેકિસનેશનનો કાર્યક્રમ

કોરોના વાયરસ એ સમગ્ર દેશ ગુજરાત રાજ્ય અને સમગ્ર પાટણ જિલ્લા માં હાહાકાર મચાવ્યો હતો. માત્ર સાવધાની જ ઈલાજ તેનો એક માત્ર ઉપાય છે ત્યારે હાલ સમગ્ર રાજ્ય માં સરકાર તરફ થી વિના મૂલ્યે વેકસીનેસન કાર્યક્રમ કરવામાં આવે છે જેના અનુસંધાને પાટણ જિલ્લા કોંગ્રેસ માયનોરિટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેંન અને મુસ્લિમ સમાજના અગ્રણી ભૂરા ભાઈ સૈયદ ની આગેવાની માં જિલ્લા માયનોરિટી ડીપાર્ટમેન્ટ ની ટિમ અને સમગ્ર મુસ્લિમમ સમાજ દ્વારા પાટણ શહેરના વોર્ડ નંબર ૮,૯,૧૦ નો વેકસીનેસન કાર્યક્રમ શહેર ની આશિષ વિદ્યાલય ટાંકવાડા ખાતે રાખવામાં આવ્યો હતો.

જેમાં ૧પ૦ થી વધારે મહિલા અને પુરુષો એ વેકસીન લીધી હતી અને કોરોના ને નાથવામાં સહભાગી બન્યા હતા. લોકો માં વેકસીન લેવા પ્રત્યે આવેલી જાગૃતિ ખરેખર પ્રશંસનીય છે. આ યોજાયેલા વેકિસનેશન કાર્યક્રમ અંગે યાસીન મીર્જાએ સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે રક્ષાણ મેળવવા મુસ્લિમ સમાજ પણ જાગૃત થઈ ૧પ૦થી વધુ લોકોએ કોરોનાની વેકિસન લઈ પોતાના પરિવાર સહિત સમાજ અને શહેરને સુરક્ષિાત કરવાની પહેલને પ્રશંસનીય ગણાવી તમામ લોકોને વેકિસન લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ માં ભૂરાભાઈ ની સાથે અબ્દુલ કાદિર કાદરી, યાસીન મીરઝા, યુસુફ ખાન બલોચ, શરીફ ભાઈ પીરજાદા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, યાસીન ભાઈ સુમરા, ભરત ભાઈ ભાટિયા, જશવંત ભાઈ ઠક્કર, ઇદરીશ શેખ,જમાલ ભાઈ સોદાગર, મુન્નાા ભાઈ વગરે કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતાં.