પાટણ : જાયન્ટસ દવારા માસ્કનું કરાયું વિતરણ.

PATAN : માનવસેવા એજ પ્રભુ સેવાના સુત્ર સાથે જાયન્ટસ પાટણ પરિવાર દ્વારા વિવિધ પ્રોજેકટો હાથ ધરી જરુરીયાત મંદ અને છેવાડાના માનવી સુધી પોતાની સેવાકીય કાર્યોની સુવાસ પ્રસરાવવાના પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

ત્યારે આજ રોજ ભાજપ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં ત્રીજી ઓગષ્ટના રોજ અન્નોત્સવ તરીકે એ.પી.એમ.સી. હોલ નવાગંજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના સંદર્ભમાં જાયન્ટસ પાટણ પરીવાર દવારા આવનાર દરેક લાભાર્થી ને આશરે ૧૦૦૦ માસ્ક રિલાયન્સ ફોઉન્ડેશન ની મદદથી વિતરણ કરી જાયન્ટસ પાટણનો ૮પ મો પ્રોજેકટ પૂર્ણ કર્યો હતો. આ પ્રોજેક્ટ માં ઝોન પ્રમુખ કિરીટભાઇ ગાંધી, અને પાટણ જાયન્ટસ પ્રમુખ નટુભાઈ દરજી મંત્રી પ્રહલાદભાઈ પટેલ અન્ય અધિકારીઆે નો જાયન્ટસ પરિવાર પાટણે આભાર વ્યકત કર્યો હતો.