પાટણ શહેરમાં ૧૮ થી ઉપરના તમામ શહેરીજનોને સરળતાથી વેકિસન મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા નવ જેટલા શહેરમાં વિવિધ જગ્યાએ વેકિસનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે પાટણ શહેરના આનંદ સરોવર પાસે વેકિસનેશન સેન્ટરનો ડુમ ગટરના ગંદા પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યાં ઉભો કરાતાં આરોગ્ય કર્મીઓના જ સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે.
ત્યારે આનંદ સરોવર પાસેના આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરાયેલા વેકિસનેશન સેન્ટર પર અસહય દુર્ગંધ મારતાં શહેરીજનો વેકિસન લેવા ઓછા પ્રમાણમાં આવતા હોવાથી આ સેન્ટર મોટાભાગે ખાલી જોવા મળતું હોય છે ત્યારે આનંદ સરોવર પાસેના વેકિસનેશન સેન્ટર પાસે ભૂગર્ભના ગંદા પાણી વહેતા હોવાની સાથે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય જોવા મળતું હોવાથી આ વેકિસનેશન સેન્ટર અહીંથી દૂર ખસેડવા પણ લોકમાંગ ઉઠવા પામી છે.
