પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં અવિરતપણે વિકાસના કાર્યો કરવામાં આવી રહયા છે ત્યારે શાસક પક્ષ દ્વારા શહેરીજનોને પડતી હાલાકીને નિવારવા પેવર રોડ સહિત ટિ્રમીક્ષ રોડોના કામો કરવામાં આવી રહયા છે
જેને લઈ જીમખાનાની પાછળથી પસાર થતો અને ખારી વાવડી માર્ગને જોડતો રોડ છેલ્લા કેટલાક સમયથી અધૂરો હોવાથી વાહન ચાલકો સહિત ખેડૂતોને આવવા જવામાં ખૂબજ હાલાકી પડતી હતી જેને લઈને શાસક પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ દ્વારા ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી જીમખાના પાછળથી પસાર થતો અને ખારી વાવડી માર્ગ પર જતાં રોડને મંજૂર કરી તેની કામગીરી શરુ કરવામાં આવી છે.
તદઉપરાંત હડકાઈ માતાના મંદિરની સામે આવેલા નેળીયામાં પણ ટિ્રમીક્ષ આરસીસી રોડ બનાવી મુખ્યમાર્ગને જોડી ખેડૂતો સહિત વાહન ચાલકોને પડતી હાલાકીનું નિવારણ લાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ પ્રસંગે શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું
કે જીમખાના પાછળથી પસાર થતો અને ખારી વાવડી જતો માર્ગ છેલ્લા કેટલાય સમયથી અધુરો હોવાથી તેનું નવિનીકરણ કરવાની કામગીરીનો આરંભ કરી વાહન ચાલકો સહિત ખેડૂતોને પડતી હાલાકીનું નિરાકરણ લાવ્યા હોવાનું જણાવી શહેરમાં અનેકવિધ વિકાસના કાર્યો ચાલી રહયા હોવાનું પણ જણાવ્યું હતું.