પાટણમાં અભ્યાસ કરતા રાવળ યોગી સમાજ ના તમામ બાલમંદિર થી કોલેજ ડીગ્રી ડિપ્લોમા ના વિદ્યાર્થીઓ ને છેલ્લા ૭ વર્ષથી યુઝફુલ યોગી યુનિયન પાટણ દ્વારા નિ:શુલ્ક વિના મૂલ્યે ચોપડા, નોટબુક સહિત પેનનું વિતરણ કરવામાં આવતું હોય છે.

ત્યારે ચાલુવર્ષે પાટણ શહેરના એમ.એન. હાઈસ્કૂલની સામે આવેલ બિલાડી બાગ ખાતે રવિવારના રોજ ખુલ્લી જગ્યામાં વિતરણ કરવામાં આવ્યું હતું. યુઝફુલ યોગી યુનિયન પાટણ ના આયોજક મુકેશભાઈ યોગી (કાનાણી) સમાજ ના દરેક ભાઈ બહેનોને સાથે રાખી જે લોકો દાન-ભેટ આપે તેમની જ પાસેથી દાન-ભેટ સ્વીકારી સમાજની ઘણી પ્રવૃતિઓ કરે છે તેમની મુખ્ય પ્રવૃત્તિ શિક્ષણને લગતી છે.

તે સિવાય કોઈના પરિવારમાં કોઈ મૃત્યુ થયું હોય તે દિવસે અંતિમ વિધિ માટે રુપિયા ૩૦૦૦ આપવા ઓનલાઈન પરીક્ષામાં બુક્સ ઝેરોક્ષ મટેરિયલ્સ બહેરા મૂંગા વિદ્યાર્થીઓને વાર તહેવારે નાસ્તો ચાકલેટ. હોસ્પિટલ માં દર્દીઓ ને ફ્રુટસ,બિસ્કિટ, સ્મશાનની કામગીરી, ડાયાબીટીસ, બી.પી., ઓકિસજન જેવા મેડિકલ ચેકઅપ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પમાં મદદ ધાર્મિક કાર્યક્રમો મંદિરોમાં ભેટ જેવા સામાજિક કામો પણ યુઝફુલ યોગી યુનિયન પાટણ કરે છે.

બહેન દીકરી ના સગપણ લગ્ન મા વહેવાર ની સમજ ની માહિતી, અંધશ્રદ્ઘા, કુરિવાજો વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો કરતા હોય છે. આ પ્રસંગે મુકેશ કાનાણીએ દરવર્ષે નિ:શુલ્ક ચોપડા વિતરણ સમાજના ભાઈ-બહેનોને કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024