પાટણના નોરતા ગામે આવેલા દોલતરામ મહારાજ આશ્રમના દોલતરામ બાપુના આશીર્વાદ અને પ્રેરણાથી કરવામાં આવતી સામાજિક,આર્થીક અને વિવિધ સેવાકીય પ્રવૃતિઆેની નોધ વિશ્વની ટોચની લંડનની સંસ્થાએ લઈને તેઆેને વલ્ર્ડ બુક આેફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે. રવીવારનાં રોજ નોરતાં આશ્રમ ખાતે લંડનની સંસ્થાનાં ગુજરાત ખાતેનાં પ્રતિનિધિ સહિત વિવિધ રાજકીય આગેવાનો, સંતો-મહંતો તેમજ વિશાળ સંખ્યામાં ઉપિસ્થત રહેલા દોલતરામ બાપુનાં સેવકોની ઉપિસ્થતિ વચ્ચે વલ્ર્ડ બુક આેફ રેકોર્ડનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

લંડનની સંસ્થા દ્વારા નોરતાં આશ્રમના સંત દોલતરામ બાપુને અપાયેલ વલ્ર્ડ બુક આેફ રેકોર્ડની માહિતી આપતા તેઆેએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના નિર્મલ અને મહાન સંત જેમને મનુષ્ય જીવનને ખુબજ નીસ્વાર્થ અંતરથી સેવા ભાવ સાથે મોટી ભેટ આપી છે અને લાખો નઈ પણ કરોડોનું જીવન તાયું છે.

ઉત્તર ગુજરાતના સનાતન ધર્મના સંત દોલતરામજી મહારાજ ખુબજ આર્થીક ગરીબ અને ખેડૂત કુટુંબમાં એમનો જન્મ થયેલો. પૂજનીય બાપુએ પોતાનું સંપૂણ જીવન સર્વે સમાજ માં સામાજિક એકતા, વ્યસન મુિક્ત, અંધશ્રધા દૂર કરવી, દરેક સમાજની દીકરીઆેને જાગૃત બનાવી ભણતરમાં આગળ વધવાની પ્રેરણા, સમાજમાંથી કુરિવાજો મુક્ત કરીને બધાજ સમાજને એક સોનેરી જીવન જીવવાની પ્રેરણા, જીવહત્યા અટકાવી, પર્યાંવરણની રક્ષા, આધ્યાિત્મક જ્ઞાન, સમૂહ લગ્નની જાગૃતિ દરેક સમાજની અંદર કોરોના મહામારી સમયે પોતાની જવાબદારી સમજીને ૧૦ હજારથી વધુ રાશન કીટ, જુરૂરિયાત પરિવારને થોડી રોકડ સહાય, હોસ્પિટલમાં ટિફિન સેવા, જરૂરી વિસ્તારમાં મહિનાઆે સુધી ભોજનની સુવિધા કરેલી છે, મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન ભેટ પણ આ સમય દરમિયાન પ્રોત્સાહન રીતે બાપુ અને આશ્રમ પરિવારે અર્પણ કરેલા, બાપુના આશ્રમમાં છેલ્લા ૩૦ વર્ષથી સદાવત ભોજન -પ્રસાદ પીરસવામાં આવે છે.

આ પ્રસંગે લંડનની વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાત રાજયના વાઈસ પ્રેસિડેન્ટ નીતિન ઠાકોરે જણાવ્યું હતું કે પ.પૂ. દોલતરામ બાપુની કોરોના કાળમાં સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે તેઓ દવારા કરવામાં આવેલા અનેક લોકસેવાના કાર્યોના સર્વે બાદ લંડનની વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડનો ખિતાબ તેઓને એનાયત કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ બાપુના નામે સેવાકીય પ્રવૃત્તિનો વલ્ર્ડ ખિતાબ મેળવે તે દિશામાં પ્રયત્ન કરવાનું જણાવ્યું હતું.

તો વલ્ર્ડ બુક ઓફ રેકોર્ડનો ખિતાબ મેળવનાર નોરતાના સંતશ્રી દોલતરામ બાપુએ જણાવ્યું હતું કે સન્માન મને નહીં પરંતુ સમગ્ર ભારત ભરના સંતોનું સન્માન થયું છે. કોરોના મહામારી સમયે પરમાત્મા દવારા જરુરીયાતમંદ લોકોને મદદરુપ બનવાનો અને સેવાકીય પ્રવૃત્તિ કરવાનો લાભ મેળવનાર તેમજ સારા અને સાચા કાર્યો કરનારની હંમેશા પરમાત્મા વડે નોંધ લેવાતી હોવાનું જણાવી ઉપસ્થિત સૌ ભકતજનોનો હદયથી આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024