આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા પામે છે ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના સોમવારનું વિશેષ મહત્વ રહેલુ છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ પંથકમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ત્યારે શ્રાવણ માસમાં પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ એક માત્ર સ્વયં-ભુ નિલકંઠેશ્વર મુખારવિંદ શિવિલગ આવેલુ છું. સમગ્ર ભારતભરમાં મુખારવિંદ શિવિલગ એકમાત્ર છે.
મંદિર પરિસર ખાતે દર અંધારી તેરસે મહાદેવની ધજા બદલવામાં આવે છે તેમજ ૩૦૦થી વધુ બાળકોને બટુક ભોજનકરાવવામાં આવે છે. અને રાત્રે ભજનવાણી કાર્યક્રમનું અયોજન પણ કરવામાં આવે છે. દરવર્ષે શ્રાવણ માસમાં ૧ લાખ બીલીપત્રનો અભિષેક પણ કરવામાં આવે છે.
સાથે સાથે દર સોમવારે સવા સો દિવાની મહાઆરતી પણ થાય છે.પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પરંપરાગત દર વર્ષે ગામના પ્રજાપતિ ભાઈઆે પગપાળા સિદ્ઘપુર જઈને કાવડમાં ગંગાજળ લાવે છે.જે સમગ્ર શ્રાવણ માસમાં મહાદેવના શિવિલગ ઉપર અભિષેક કરવામાં આવે છે.હાલમાં મંદિરના પૂજારી તરીકે નટવરગિરી મહારાજ જગ્યાના મહંત તરીકે જગદીશગિરી મહારાજ સ્વયં-ભુ નિલકંઠેશ્વર ની સેવા અર્ચના કરે છે.