રૂપાણી સરકાર ના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્ય માં તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ભાજપ દ્વારા કિસાન સન્માન દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેની સામે વિરોધ માં આજે નવાગંજના ગેટની બાજુમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા હાથમાં પાવડા અને કોદાળી લઈને ભાજપ સરકારના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો કોંગ્રેસના જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન ભુરાભાઈ જોશીએ જણાવ્યું હતું કે મોંઘવારીએ માજા મુકી છે અને ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે તો ભાજપ સરકાર કઈ વાત ની ઉજવણી કરી રહ્યો છે તે સમજાતું નથી કોગ્રેસ દ્વારા ખેતી બચાવો અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું
જેમાં પાટણ અને સિદ્ઘપૂર ના ધારાસભ્ય સહીત કોગ્રેસ ના આગેવાન કાર્યકરો પણ વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા અને વધતા જતા ડીઝલ , પેટ્રોલ, બિયારણ ના ભાવ ને લઇ સરકાર નો વિરોધ દર્શાવ્યો હતો. તો ધારાસભ્યો અને કાર્યકરોએ ટ્રેકટર અને બળદ ગાડા પર બેસી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવી ભારે સુત્રોચાર કર્યો હતા.