પાટણ : રોટરી કલબે ર૩ એવોર્ડ મેળવી રચ્યો ઈતિહાસ

પોસ્ટ કેવી લાગી?

રોટરી ડીસ્ટ્રીક ૩૯પ૪ કે જેમાં ગુજરાત અને રાજસ્થાનની રોટરી કલબનો સમાવેશ થાય છે જેમાં રોટરી કલબ પાટણનું સ્થાન વર્ષોથી આગવી હરોળમાં રહયું છે તેમ છતાં વર્ષ ર૦ર૦-ર૦ર૧ દરમ્યાન ઉદયપુર ખાતે યોજાયેલ વર્ષીક એવોર્ડ સમારંભમાં કલબને ર૩ એવોર્ડ મળતાં નવો ઈતિહાસ રચાવા પામ્યો હતો.

ડીસ્ટ્રીક ગવર્નર રાજેશ અગ્રવાલ દ્વારા કલબને આરઆઈ સાયરેશન, ડીકયુ સાયરેશન, બેસ્ટ ઈન્ટરેકટ કલબ, બેસ્ટ રોટરેકટ કલબ, બેસ્ટ ઈ લનીગ એકટીવીટી, બેસ્ટ યુથ સર્વિસ, સ્ટાર કલબ, બેસ્ટ વિન્સ સર્વિસ, પબ્લીક રિલેશન, ઈન્ટરનેશનલ સર્વિસ, બેસ્ટ પ્રોજેકટ વિથ અધર એનજીઓ, ટીચર્સ ટ્રેઈનીંગ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ, પોલીયો, રોટરી ફાઉન્ડેશન, બેસ્ટ સેક્રેટરી સહિત બેસ્ટ કલબ તરીકેના ર૩ જેટલા એવોર્ડ આપી રોટરી કલબ પાટણનું ગૌરવ વધાર્યું છે.

કોવિડ મહામારીના સમયમાં પણ પ્રમુખ રણછોડભાઈ પટેલ અને મંત્રી ઝેડ.એન.સોઢાની લીડરશીપમાં કલબ દ્વારા ૧પ૦ ઉપરાંત પ્રોજેકટ કરીને સમાજ સેવાના ક્ષોત્રમાં એક નવો ઈતિહાસ સજયો છે. પ્રેસીડેન્ટ રણછોડભાઈ પટેલ, મંત્રી ઝુંઝારસિંહ સોઢા, કલબ ટ્રેઈનર બાબુભાઈ પ્રજાપતિં રો. જયરામભાઈ પટેલ, અતુલ પટેલ દ્વારા ઉદયપુર ખાતે ઉપસ્થિત રહી આ સન્માન સ્વીકારવામાં આવ્યું હતું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures