PATAN : રાજય સરકારના લોકાભીમુખ વહીવટ અને શુસાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંર્તગત વિના મૂલ્યે અન્ન વિતરણનો કાર્યક્રમ ૩જી ઓગષ્ટના રોજ અન્નાોત્સવ દિવસ તરીકે સમગ્ર રાજયમાં ઉજવવાનું સરકાર દવારા નકકી કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષાીને આજ રોજ પાટણના નવા ગંજબજાર ખાતે પ૦ મુદા અમલીકરણ સમીતીના કાર્યવાહક અદયક્ષ આઈ.કે.જાડેજાની હાજરીમાં એન.એફ.એસ.એ. હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
પાટણ જીલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ર૦૧૩ હેઠળ સમાવેશ કરવામાં આવેલા ર લાખ ૧૧ હજાર ૭૯૪ રેશનકાર્ડ ધારકોની ૧૦ લાખ ર૩ હજાર ૪ર૮ જન સંખ્યાને ઓગષ્ટ ર૦ર૧ નું વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમ અંતર્ગત જીલ્લાની પ૦૪ વ્યાજબી ભાવ દુકાનો પૈકી પ્રત્યેક દુકાન પરથી પ૦ લાભાર્થીઓને સાડા ત્રણ કીલો ગ્રામ ઘઉં અને દોઢ કીલો ચોખા મળી કુલ પાંચ કીલો ગ્રામ અનાજનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યો હતો.
તો એ.પી.એમ.સી. હોલ ખાતે યોજાયેલા અન્નોત્સવ દિવસ ને અનુલક્ષાીને આઈ.કે.જાડેજાની અધ્યક્ષાતામાં ગરીબ અને જરુરીયાત મંદ લોકોને અનાજની કીટોના વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને વિધીવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શાલ દવારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા આઈ.કે.જાડેજાએ સરકારના શુસાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજય સરકારે સમગ્ર રાજયમાં તેની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. અને તે અંતર્ગત વિવિધ દિવસોને અનુલક્ષાીને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. ત્યારે આજ રોજ અન્નોત્સવ દિનની ઉજવણીના ભાગરૂપે વિના મૂલ્યે ગરીબ અને જરુરીયાત મંદ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ ની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી કાર્યક્રમને અનુરુપ પોતાના વિચારો વ્યકત કર્યાં હતા.