અષાઢ માસ પૂર્ણ થતાં અને પવિત્ર શ્રાવણ માસમાં આવતા જુદા જુદા તહેવારો તેમજ ઉત્સવો પૂર્વે દશામાના દશ દિવસીય વ્રતનો પ્રારંભ થનાર છે. ત્યારે શ્રદ્ઘાળુ મહિલાઆેમાં આ વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ત્યારે આગામી અષાઢ વદ અમાસથી શરૂ થતાં દશામાના વ્રતને લઇ પાટણના આેતીયા પરીવારો દ્વારા દશામાની નાની મોટી મૂર્તિઆેને અંતિમ આેપ આપવામાં આવી રહ્યો છે .
દરેક ધર્મિક તહેવારો-ઉત્સવો અને વ્રતોની પાછળ અનેક કથાઆે વણાયેલી છે. દશામાના દશ દિવસીય વ્રત અગાઉ પાટણ આેતીયા પરીવારના મૂર્તી કલાકારો વિવિધ પ્રકારની મૂર્તિઆે બનાવવાની તૈયારીઆે આરંભી દે છે. શહેરના હિગળાચાચર ચોક વિસ્તારમાં વડવાઆેની પરંપરાને આ આેતીયા પરિવારોએ આજે પણ અકબંધ જાળવી રાખી છે. દશામાના વ્રતને લઈ નાના મોટા કદની સાંઢણીવાળી મૂર્તિઆે બનાવતા આેતીયા કારીગરો મૂર્તિઆેને આખરી આેપ આપી રહ્યા છે.
આ પરીવારના કલાકાર કસબીઆે છેલ્લી ચાર પેઢીથી રમકડા અને વિવિધ દેવી દેવતાઆેની મૂર્તિઆે બનાવવાની કળાને આજે પણ જાળવી રાખી હોય તેમ પરીવારના સભ્યો દશામાની મૂર્તિઆેને રંગરોગાન કરી તેને સુશોભીત કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે . આેતીયા પરીવારના સદસ્યો પોતાની વારસાગત પરંપરાની પેઢીને ચાલુ રાખવા દરેક ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં વપરાતી વિવિધ પ્રકારની મૂર્તિઆે બનાવી તેનું વેચાણ કરતા હોય છે.
આગામી દશામાના વ્રતને લઈ આેતીયા નરેશભાઈ દ્વારા પોતાના વારસાઈ વ્યવસાયને આજેપણ જાળવી રાખ્યો છે. આ મૂર્તિઆે બનાવતા કારીગરે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માટીમાંથી બનાવેલી મૂર્તિઆેની માંગ વધુ હોઇ નાના મોટા કદની મૂર્તિઆેના પ૦ ટકા આેર્ડર નોંધાઇ ચૂકયા છે.
ત્યારે દર વર્ષે રાજય સરકાર દવારા વાતાવરણને પ્રદુષીત કરી પીઓપી મૂર્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવતો હોવા છતાં બજારમાં જાહેરમાં આવી મૂર્તિઓ વેચાતાં પયર્ાવરણ પ્રદુષીત થવાની સંભાવના રહેતી હોય છે ત્યારે ચાલુસાલે દશામાંના વ્રત પૂર્વે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દવારા આવી મૂર્તિઓના વેચાણ ઉપર સદંતર પ્રતિબંધ રાખી તેનું અમલીકરણ કરવામાં આવે તેવી પર્યાંવરણ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે.