Patan Dixita Modi Case : પાટણ શહેરમાં બહુચર્ચિત બનેલા દીક્ષિતા ઘીવાળા (Dixita Modi) આત્મહત્યા કેસમાં સંડોવાયેલ આરોપી મહેશ ઠક્કરના રિમાન્ડ પૂર્ણ થતા તેને સબજેલમાં મોકલી આપ્યા બાદ પાટણ એ ડિવિઝન પીઆઇ પરમાર સહિતની ટીમ દ્વારા ગુનામાં રિકવર કરવાના બાકી રહેલા સોના ચાંદીના મુદ્દામાલ માટેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે, જેને લઈને પોલીસે વધુ 9.190 મિલી સોનુ વેપારી પાસેથી રિકવર કરી આ કેસમાં કુલ 32.166 તોલા સોનુ તેમજ 1.92 કી ગ્રામ ચાંદી મળી અંદાજિત રૂપિયા 14,58,410 નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું પાટણ (Patan) એ ડિવિઝન પીઆઈ પરમારે જણાવ્યું હતું.
પાટણ એ ડિવિઝન પોલીસ (Patan A Division Police) દ્વારા દિક્ષિતા ઘીવાળા આત્મહત્યા કેસમાં (Suicide Case) ફરિયાદમાં લખાવેલ મુદ્દામાલને રિકવર કરવા માટે આરોપીને જેલમાં મોકલ્યા બાદ પણ ચાલી રહેલી ઝીણવટ ભરી તપાસ ને કારણે ફરિયાદમાં લખાવેલા સોના ચાંદીના દાગીનાઓ રિકવર કરવામાં મહદ અંશે સફળતાઓ મળી રહે છે. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદમાં લખાવાયેલ મુજબ મુદ્દામાલ રિકવર થાય તે માટે આરોપી ના કોલ ડીટેલ ના આધારે આરોપીના સંપર્કમાં જે જે લોકો છે તેઓને ક્રમશઃ પોલીસ મથકે બોલાવી પૂછતાજ કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.
શું છે દિક્ષિતા મોદી આત્મહત્યા કેસ
પાટણમાં બે બાળકની માતા સાથે એક શખ્સે પ્રેમ સંબંધ બાંધી 67 તોલા સોનું સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લઈ પરત ન આપી મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી હેરાન પરેશાન કરી મરવા માટે મજબુર કરતા મહિલાએ કંટાળી સિધ્ધિ સરોવરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાના પતિએ આરોપી પાટણના યુવક ઠક્કર મહેશ રમેશભાઈ સામે ફરિયાદ નોધાવી હતી.
પાટણના રળિયાત નગરમાં રહેતા ઠક્કર મહેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 25 નામનો યુવક થોડા સમય પહેલા તેમની પત્ની સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી.
મહિલા જિમમાં જતી હોય ત્યાં યુવક આવતો હોય રૂબરૂ મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતાને બિઝનેસ અમદાવાદમાં ચાલતા હોય તેમાં ઘણા પૈસા રોકાયેલા છે જેથી પૈસાની જરૂર હોવાનું કઈ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી મહિલાએ પોતાના 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદુના ઘરેણા યુવકને આપ્યા હતા. એક મહિનાના વાયદે ઘરેણા લીધા બાદ પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી ઘરેણા પરત ના આપી બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવ્યો હતો. જેથી હેરાન પરેશાન કરી મરવા દુષપેરણ કરતા મહિલા યુવકના ત્રાસથી કંટાળી સિદ્ધિ સરોવરમાં આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.