રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત આવા બાળકોને દર મહિને રાજ્ય સરકાર દ્વારા ૪૦૦૦ જેટલી આર્થીક સહાય દર મહિને ફાળવામાં આવે છે.

ત્યારે પાટણ ભાજપના આગેવાન વિષ્ણુભાઈ પટેલ અને વિમલભાઈ પટેલ દ્વારા પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરવામાં આવી રહી છે અને જેમાં લોકોને મુખ્યમંત્રી બાળસેવા યોજના અને વિધવા સહાય યોજનાની સવિસ્તાર માહિતી આપવામાં આવે છે અને જરૂરિયાતવાળા લોકોને સરકારની આ યોજનાનો લાભ મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે અત્યાર સુધી કુલ ર૦થી વધુ ગામોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે.જેમાં કુલ ૧૦૦ થી પણ વધારે લાભાર્થીઆેને આ યોજનાઆેનો લાભ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.ત્યારે આજરોજ આ બન્નો આગેવાનોએ પાટણ કલેકટર કચેરી ખાતે આવેલ બાલ સુરક્ષાની કચેરીમાં આ તમામ લાભાર્થીઆેના જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા.

આ બાબતે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ યોજના વિશે વધુ માહિતી આપી હતી.
તો ગામે-ગામ લોક સંપર્ક કરનાર વિષ્ણુભાઈ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.