બેટી બચાવો બેટી પઢાઆે યોજના અંતર્ગત સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે દિકરી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં ભાનુમતીબેન મકવાણા , રમીલાબેન, સમુબા વાઘેલા, અનિતાબેન , પાયલબેન જાની ,વસંતિબેન, ભૂપેન્દ્રિસહ વાઘેલા, વિવિધ લાભાર્થીઆે, અને મોટી સંખ્યામાં મહિલાઆે તથા ગ્રામજનો હાજર રહયા હતા.

આ કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોનુ બુકે અને રૂદ્ર મહાલયની તસવીરો ની મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે સ્વાગત પ્રવચન કલ્યાણા ગામના જાગૃત, ઉત્સાહિત અને યુવા ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રિસહ વાઘેલાએ કર્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ ભાનુમતીબેન મકવાણા અને કાર્યક્રમના મુખ્ય મહેમાન સમુબા વાઘેલા તથા આવેલ મહેમાનોના હસ્તે દિકરી વધામણા કિટ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઆે ને મંજૂરી હુકમ ના પત્રો તથા વિધવા પેન્શન યોજનાના મંજૂરી હુકમના પત્રો તથા વિધવા પેન્શન યોજનાના મંજૂરી હુકમના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા જેનાથી લાભાર્થી મહિલાઆેના ચહેરા ઉપર આનંદ અને હર્ષની લાગણી જોવા મળી હતી.

ઉપિસ્થત મહેમાનો દ્વારા સરકારશ્રી ની મહિલાઆે માટે ચાલી રહેલ વિવિધ યોજનાઆે જેવી કે બેટી બચાવો બેટી પઢાઆે, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ ( વિધવા સહાય ) યોજના, ૧૮૧ અભયમ યોજના, મહિલા સશિક્તકરણ તથા મહિલા પુનર્વસન વન સ્ટોપ યોજના અને જેમના બંને માતા પિતા અથવા એક માતા અથવા પિતા બંને માંથી એક જણ ગુજરી ગયેલ હોય એવા બાળકો માટેની પાલક માતા પિતા યોજના, ૪પ વર્ષ સુધી ઉંમર ધરાવતી વિધવા બહેનોને પગભર થવા માટેની યોજના જેવી વિવિધ યોજનાઆેની વિસ્તાર પુર્વક માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપ સરપંચ ભૂપેન્દ્રિસહ વાઘેલા એ ઉપિસ્થત તમામ મહેમાનો અને ગ્રામજનો સહિત કાર્યક્રમમા સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.