National University Game (1)

લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફ એજ્યુકેશન (સી.ટી.ઈ), પાટણનું ગૌરવ.

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફ એજ્યુકેશન (સી.ટી.ઈ), પાટણના બી.એડ્. સેમેસ્ટર-2 ની પ્રશિક્ષણાર્થી ઠાકોર પાયલબેન હિતેશજીનું ચાલુ વર્ષે યોજાનાર નેશનલ યુનિવર્સીટી ગેમ 2021-22 માટે ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education) યુનિવર્સિટી, ગાંધીનગરની ટીમમાં એથ્લેટિકસ તરીકે પસંદગી થતા કોલેજે ગૌરવની લાગણી અનુભવી હતી.

ઠાકોર પાયલબેને તા. 21 થી 24 ફેબ્રુઆરી,2022 દરમિયાન ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી પ્રેરિત નેશનલ યુનિવર્સીટી ગેમ્સ અંતર્ગત ઓરિસ્સા ખાતે 100, 200 અને 400 મીટરની દોડમાં ભાગ લઈ IITE યુનિવર્સીટી,ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

સમ્રગ કાર્યક્રમ દરમિયાન ડીપાર્ટમેન્ટ ઓફ ફીજીકલ એજ્યુકેશન, IITE યુનિવર્સીટી ગાંધીનગરનો ખુબ જ સહયોગ સાંપડ્યો હતો.

ત્યારે યુનિવર્સીટી દ્વારા વિધાર્થીઓને એરકન્ડીશન રેલ્વે મુસાફરી અને ઉચ્ચ કક્ષાની કીટ પૂરી પાડવામાં આવતી હોવાથી વિધાર્થીઓ માં પણ રમત ગમત પ્રત્યે ઉત્સાહ વધે છે. કોલેજ અને મેનેજમેન્ટ ટ્રસ્ટ દ્વારા પણ વિધાર્થીઓમાં રમત ગમત પ્રત્યે રસરૂચી વધે અને કારકિર્દી ઘડતર થઈ શકે તેવા હરહમેંશ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. કેમ્પસમાં રહેલું વિશાળ રમતગમતનું મેદાન અને મેનેજમેન્ટ દ્વારા સ્પોર્ટસ માટેની જે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તે વિધાર્થીઓ માટે ખરેખર પ્રેરણા રૂપ છે.

ઠાકોર પાયલબેન હિતેશજીએ મેળવેલ અભૂતપૂર્વ સફળતાના ભાગરૂપે યુનિવર્સીટી, કોલેજના આચાર્ય અને સ્ટાફ પરિવાર તથા મેનેજમેન્ટ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024