પાટણ : જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અટકાવવા શૈક્ષિક સંઘ આપશે લડત

- Advertisement -

This browser does not support the video element.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષા ધનશ્યામભાઈ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી રતુભાઈ ગોળ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક માધ્યમિક વિભાગના અધ્યક્ષા રમેશભાઈ ચૌધરી વિગેરે દવારા ગતરોજ પાટણ ખાતે પત્રકાર સાથે સંવાદ યોજાયો હતો જેમાં સંઘના પ્રદેશ આગેવાનો દવારા શિક્ષણ ક્ષોત્રમાં ભ્રષ્ટાચાર સામે તેઓ સતત લડત આપતા રહેશે એમ જણાવીને ગુજરાતમાં પાટણ જિલ્લામાંથી ભ્રષ્ટાચારનો સફાયો થવાની શરુઆત થઈ ગઈ છે એમ તેમણે જણાવ્યું હતું.

ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોની બદલી કૌભાંડમાં તેમનું નામ જોડવાનો પ્રયત્ન થયો છે, ખરેખર તો અમે જિલ્લાના બદલી કૌભાંડને ખુલ્લુ પાડવા સૌથી પહેલા અવાજ ઉઠાવ્યો હતો.

તેમણે કહયું કે પ્રતિનિયુકિત રદ કરવી એ વહીવટી કારણસર કરાયેલ છે. ગુજરાતનું શિક્ષણ વિભાગ શિક્ષક સજજતા સર્વેક્ષણ કરવા આગળ વધી રહયું છે તેનો વિરોધ કરી રહયા હોઈ મને કલચમાં લેવા અને બ્લેકમેલ કરવા આ પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું હતું.