Patan સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાયરસ ની મહામારી વચ્ચે ભારત સરકાર દ્વારા કોરોના રસીકરણ (vaccination) શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેકસીનેશન જ એક માત્ર ઉપાય હોઈ સમગ્ર રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

લોકોમાં જન જાગૃતિ કેળવાય તે હેતુથી સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને સરકારના આ અભિયાનમાં જોડાયા છે.

PATAN : જિલ્લામાં 100% Vaccination કરવા હાથ ધરાયા પ્રયત્નો

પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં 100% રસીકરણ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે આજરોજ પાટણ સિવિલ ખાતેથી કોડેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ક્રિપ્ટો રીલીફ અને આરસીઆરસીના સહયોગથી પાટણ તાલુકાના 57 ગામોમાં રસીકરણ લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જનજાગૃતિ માટેની વાનને પાટણ સિવિલ હોસ્પિટલમાંથી લીલીઝંડી આપવામાં આવી હતી. આ વાન જે પણ ગામમાં વેકસીનેશન કાર્યક્રમ યોજવાનો હોય એ ગામમાં આગળના દિવસે જશે અને લોકોને વેકસીનેશન માટે જાગૃત કરશે.

આ કાર્યક્રમમાં સિવિલ સર્જન ડો.અરવિંદભાઈ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી ડો ગૌરાંગભાઈ પરમાર, હિમાંશુભાઈ દવે સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024