કોરોનાકાળમાં છેલ્લા ર વર્ષથી શાળાઓ બંધ છે. જેને લઇને બાળકોના ભણતર પર મોટી અસર પડી છે. ઓફલાઇન શિક્ષણ બંધ છે અને ઓનલાઇન શિક્ષણ માટે ક્યાંક કનેકટીવીટી તો ક્યાંક બાળકના વાલી પાસે સવલત નથી. જેને લઇને બાળક શિક્ષણથી વંચિત રહે તેવી સ્થિતિ સજાઇ છે. જો કે પાટણનું એક એવું નાનકડું ગામ કે જ્યા શાળાને છેલ્લા ર વર્ષથી ભલે તાળા છે .પરંતુ ગામનો એકપણ બાળક કોરોનાકાળ દરમ્યાન પણ શિક્ષણથી વંચિત રહ્યો નથી. જેનું કારણ છે ગામના લોકો અને શિક્ષકો વચ્ચેનો તાલમેલ. જોઇએ આ અહેવાલ..

વર્ષ ર૦ર૦ કોરોનાકાળની શરુઆત અને આ શરુઆતમાં જ સૌથી પહેલા મોટી અસર જોવા મળી શિક્ષણ પર. પ્રથમ તબક્કામાં જ શાળાઓ બંધ કરવાનો નીર્ણય લેવાયો અને બાળકોનું ભણતર મુશ્કેલીમાં મુકાયું. જો કે સરકારે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું શિક્ષકોને સૂચન કયું હતું. પરંતુ ઓનલાઇન શિક્ષણમાં પણ અનેક મુશ્કેલીઓ ઉદ્દભવા લાગી. ક્યાંક કનેકટીવીટી તો કોઇ વાલી પાસે સ્માર્ટફોન માટે સવલત ન હતી. ઓનલાઇન શિક્ષણ પણ મુશ્કેલ બન્યું હતું જેને લઈને બાળકો પુરતુ શિક્ષાણ લઈ શકયા નથી.

પરંતુ ચારુપ ગામમાં કોરોનાકાળથી આજદીન સુઘી ગામનું એકપણ બાળક શાળા બંધ હોવા છતાંય શિક્ષણથી વંચિત રહયો નથી. ગામની શાળાને ભલે તાળા વાગ્યા છે. પરંતુ શાળાના તમામ શિક્ષકો ગામના અલગ અલગ વિસ્તારમાં આપી રહ્યા છે શેરી શિક્ષણ. આમ તો ગામ નાનકડું છે પરંતુ ગામમાં અલગ અલગ ૭ સ્થળ પર ચાલી રહી છે શેરી શાળા . ગામના મંદિરના પટઆંગણ હોય કે ગામની વાડી દરેક જગ્યા પર ચાલુ છે શેરી શિક્ષણ. જ્યા બાળકો હોંસે હોંસે ભણી રહ્યા છે અને શિક્ષકો પણ બાળકોને આનંદથી ભણાવી રહ્યા છે.

ચારુપ ગામમાં કોરોનના પ્રથમ તબક્કામાં જ શાળાઓ બંધ થઇ અને ગામના લોકો બાળકોના શિક્ષણને લઇને ચિંતામાં મુકાયા તો બીજીબાજુ શિક્ષકો પણ બાળકોને ભણતર આપવા માટે ચિંતાતુર હતા. જેથી શિક્ષકો અને વાલીઓએ નક્કી કયું બાળકોને શેરી શિક્ષણ આપવાનું જે માટે ગામની વાડીઓ અને મંદિરના પટઆંગણ સ્થળો નક્કી કર્યો અને શરુ કયું શેરી શિક્ષણ.ગામમાં ધોરણ ૧ થી ૮ સુઘી શાળા છે જેમાં રપ૦થી વઘુ બાળકો છે જે તમામ બાળકો શેરી શિક્ષણમાં હાજર રહે છે અને ૧૦૦% શિક્ષણ મેળવે છે ગામના બાળકો. તેટલું જ નહિ શેરી શિક્ષણમાં પણ બાળકો કોરોના સંક્રમિત ન થાય તે માટે ગાઇડલાઇનનુ પણ ચુસ્ત પાલન થાય છે દરેક બાળક માસ્ક પહેરીને આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણે છે. આ માટે શિક્ષકો અને વાલીઓ બંને મદદરુપ બની રહ્યા છે.

ચારુપ ગામમાં શાળાના શિક્ષકો અને વાલીઓના સહકારથી શેરી શિક્ષણ ની શાળા મસ્તી કી પાઠશાલા બની છે. અને શેરી શિક્ષણમાં એકપણ બાળક ગેરહાજર નથી રહેતો તો બીજીબાજુ ખેતરમાં રહેતા બાળકો પણ કોરોના કાળમાં અન્ય બાળકોની સરખામણીમાં જ મેળવી રહ્યા છે શિક્ષણ. જો કે શાળા તરફથી તો ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ યથાવત્ જ છે પરંતુ બાળકોને મસ્તીકી પાઠશાલામાં જે આનંદ મળે છે તે ઓનલાઇન શિક્ષણમાં ન મળતા ૧૦૦% બાળકોની હાજરી જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024