ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દવારા નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની ર૦ર૦-ર૧ની આજરોજ લેખિત પરીક્ષાા સમગ્ર રાજયમાં યોજાઈ હતી ત્યારે પાટણ શહેરમાં પણ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગરની જાહેરાતને લઈ જુદી જુદી શાળાઓ ખાતે નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની લેખિત પરીક્ષાા યોજાઈ હતી.
ત્યારે પાટણ શહેરના ટાંકવાડા ચાર રસ્તા પાસે આવેલી તન્ઝીમ કમિટી સંચાલિત આશિષ વિદ્યાલય ખાતે પણ પરીક્ષાા યોજવામાં આવી હતી ત્યારે કોરોના મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ તમામ પરીક્ષાથીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવા પૂર્વે તમામનું થર્મલગનથી તાપમાન ચેક કર્યા બાદ હાથ સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
તો પરીક્ષાા વિદ્યાર્થીઓ પારદર્શક રીતે આપે તે માટે તમામ પરીક્ષાથીઓની તપાસ કર્યાં બાદ જ તેઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો તમામ વિદ્યાર્થીઓએ ગુજરાત જાહેર આયોગની પરીક્ષાા કેેમેરાની ત્રીજી આંખ વચ્ચે પારદર્શક રીતે શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી. તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ પરીક્ષાા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હોવાનું આશિષ વિદ્યાલયના આચાર્યએ જણાવ્યું હતું.