સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાયરસની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી તમામ શાળા-કોલેજોમાં આેફલાઇન શિક્ષણકાર્ય બંધ રાખવા રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.
ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજ્ય સરકાર દ્વારા આેફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવા માટે તમામ યુનિવિર્સટીઆેને આદેશ કર્યો છે.જેને લઇને પાટણ સ્થિતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.
જે મુજબ યુનિવિર્સટી સંલગ્ન તમામ કોલેજોમાં આવતીકાલથી સેમેસ્ટર ૩ અને સેમેસ્ટર પ નો આેફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે તેવો પરિપત્ર તમામ કોલેજોને કરવામાં આવ્યો છે.જેમાં ખાસ કરીને સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપાલન કરવાનું રહેશે.તેવું યુનિવિર્સટીના આસિસ્ટન્ટ રજીસ્ટાર જગદીશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
