ગુજરાત રાજયમાં કોરોનાને હરાવવા સમગ્ર જિલ્લા અને તાલુકા મથકે સો ટકા વેકિસનેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ તાલુકાના દુધારામપુરા ગામે સરપંચ આરોગ્ય ટીમ સાથે ગામમાં ૧૦૦ ટકા વેકિ્સન થાય એવા હેતુથી ગામમાં ઘરે ઘરે ફરી વેક્સીન માટે સમજાવી રહયા હતા ત્યારે દુધારામપુરા ગામના એક પરિવારે એવું કીધેલ કે અમને માતાજી રજા આપે તોજ અમે વેકિ્સન લઈએ ત્યારે સરપંચ દ્વારા તરત જ એમના ઘરમાં પડેલ માળા મંગાવી માતાજીનો દોઢ લીધો અને એ પરિવારના બધા સભ્યોએ વેકિ્સન લીધી હતી.
આ પ્રસંગે દૂધારામપુરાના સરપંચ ઠાકોર અજીતસિંહને સોશીયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે પુછતાં તેઓએ દુધારામપુરા ગામમાં ૮પ થી ૯૦ ટકા વેકિસનેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી સો ટકા વેકિસનેશની કામગીરી કરવા ગામના તલાટી, સરપંચ સાથે આરોગ્યની ટીમ સાથે નિકળ્યા હતા ત્યારે એક પરિવારે માતાજી દોઢ આપે તો જ રસી લેવાનું જણાવ્યું હતું
ત્યારે તેમના ઘરમાં પડેલી માળા દવારા વેણ અને વધાવો આપતાં સમગ્ર પરિવારે રસી લીધી હોવાનું જણાવી જિલ્લાવાસીઓને અંધશ્રધ્ધાથી દૂર રહી તમામ લોકોને રસી લેવા આહવાન કયું હતું. આમ અંધશ્રધ્ધા સાથે શ્રધ્ધાનો આ કિસ્સામાં વિજય થતો જોવા મળ્યો હતો.