પાટણમાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની કોમલ આચાર્ય નેશનલ કરાટે ચેમ્પિયમશિપમાં વિવિધ રાજ્યોના ખેલાડીઓને પછાડી ગોલ્ડ મેડલ મેળવી ચેમ્પિયમશિપમાં સમગ્ર દેશમાં પાટણ શહેર સહિત ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું.

આ વિદ્યાર્થીની ઓલિમપિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કરવા અભ્યાસ સાથે છેલ્લા ૩ વર્ષથી કરાટેમાં મહેનત કરી રહી છે. ત્યારે દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી પાટણ શહેર સહિત જિલ્લા અને રાજયનું નામ ભારતભરમાં રોશન કરતાં વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ આ દિકરીનું બહુમાન કરી રહયું છે

ત્યારે શિક્ષાણ, આરોગ્ય અને પ્રજાની મુંઝવણોની સુખાકારી માટે લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટનું નિર્માણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે ત્યારે લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સહિત તેઓના સભ્યો દવારા નેશનલ કરાટે ચેમ્પીયન શીપમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર કોમલ આચાર્યનું વિશ્વ વિરાસત રાણીની વાવની મોમેન્ટો, સાલ અને બુકે આપી તેનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે નેશનલ કરાટે ચેમ્પીયન શીપમાં ગોલ્ડ મેડલ મેળવનાર કોમલ આચાર્યને શુભેચ્છા પાઠવી આગામી સમયમાં ઓલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન પણ સાકાર કરે તેવી બહુમાન પ્રસંગે આ દિકરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024