પવિત્ર શ્રાવણ માસનું હિંદુ શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ રહેલું છે. અને સમગ્ર માસ દરમ્યાન ભકતો ભોળાનાથને રીઝવવવા અનેક પ્રકારની પુજા અર્ચના કરતા હોય છે. ત્યારે શ્રાવણ માસમાં આવતા ચાર સોમવારનું ખુબજ મહત્વ રહેલું છે.
અને સોમવારના દિવસે અલગ અલગ શિવાલયોમાં ભકતો દવારા શિવજીને રીઝવવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. અને આ વિવિધ કાર્યક્રમો થકી ભકતો ભોળાનાથને ભજીને ધન્યતા અનુભવતા હોય છે.
ત્યારે શહેરના હિંગળાચાચર પાસે આવેલ હરીહરેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસના રોજ શિવયોગ હોવાથી પરમ શિવોપાસક રેખાબેન જાની દવારા શિવકથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. શિવ મહિમ્ન સ્તોત્રમ અર્થઘટન સાથે ભાવિકભકતોને શિવનો મહિમા સમજાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હરીહરેશ્વર મહાદેવ ખાતે મહાદેવને અન્નકુટનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. ત્યારે ઉપસ્થિત ભાવિકભકતો દવારા શિવકથાના રસપાનની સાથે અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
