પાટણ શહેરના વિવિધ જૈન દેરાસરોમાં પયુષણ પર્વે ના પાંચમાં દિવસે કલ્પસૂત્રના વ્યાખ્યાન અંતર્ગત ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણ વાંચન અને માતા ત્રિશલાદેવી ને આવેલ ૧૪ સ્વપ્નની ઉછામણી હાજારોમણ ઘીની બોલી સાથે કરવામાં આવી હતી. અને ૧૪ સ્વપનોે ઉતારવામાં આવ્યા હતા.

ત્યારે પાટણ શહેરના વિવિધ ઉપાશ્રય ખાતે પણ ચૌદ સુપનો સ્વપનો ભકિત ભાવ પુર્વક ઉતારવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જૈન બંધુઓ ઉપસ્થિત રહી મહાવિર જન્મ કલ્યાણના વાંચન નો લાભ લીધો હતો. તો સાદગી પૂર્વક ભગવાન મહાવિર શ્વામીના જન્મ કલ્યાણકનું વાંચન અને ૧૪ સોપાન ઉતારવામાં આવ્યા હતા.

પયુષણ મહાપર્વની આરાધના નિરંતર ચાલી રહી છે. ભારત નહી પરંતુ વિશ્વમાં જયાં પણ જૈન લોકો વસી રહયા છે ત્યાં આ પયુષણ મહાપર્વની આરાધના કરી રહયા છે. ત્યારે પયુષણ મહાપર્વના પાંચમા દિવસે કલ્પસૂત્રના વાંચનની અંદર ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવે છે.

આ દિવસે ભગવાન મહાવીર સ્વામીની માતાને ૧૪ સ્વપ્ન આવ્યા હતા તે સ્વપ્નોને ઉતારવાની ધાર્મિક વિધિ ત્રિસ્તુતિક જૈન સંઘ ખાતે કરાવવામાં આવી હતી. ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમયને સ્મરણમાં રાખીને પારણુ પણ ઝુલાવવામાં આવ્યું હતું. તો જૈન ધર્મના લોકો પયુષણ મહાપર્વને લઈ આઠ કે ત્રીસ દિવસની તપસ્યા કરતા હોય છે.

આત્માના કલ્યાણ માટેનું સતત ચિંતન કરવું અને બાર મહિના દરમ્યાન જે કંઈ ભુલો થઈ હોય અને તેનું પુનરાવર્તન ના થાય તેમજ પોતાના જીવનનો વિકાસ કઈ રીતે થાય અને સંસારની મોહમાયામાંથી નિવૃત્ત કઈ રીતે થઈ શકાય તે અંગેનું જ્ઞાન પયુષણ પર્વ નિમિત્તે આપવામાં આવતું હોવાનું ત્રિસ્તુતિક જૈન સંઘના શ્રીમંત વિજય જયંત સેન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું હતું.

તો પયુષણ પર્વની આરાધના અનેક ઉપાશ્રયોમાં ચાલી રહી છે તેમાં પણ ત્રિસ્તુતિક ઉપાશ્રયમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહયો છે. પ્રતિદિન મુખ્ય દ્વાર પર રંગબેરંગી તોરણો સજી રહયા છે. ઉપાશ્રયની બહાર સવારસાંજ શરણાઈવાદક થઈ રહી છે. દિવસ દરમ્યાન અનેક ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોની આરાધના થઈ રહી છે જેને લઈ જૈન સમાજ અને જૈનેતર સમાજમાં ત્રિસ્તુતિક જૈન સંઘ એક આકષણનું કેન્દ્ર બની રહયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024