Liladhar Vaghela
પાટણના પૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા (Liladhar Vaghela) નું 87 વર્ષની વયે આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે ડીસા સ્થિત તેમના પુત્રના નિવાસે અંતિમ શ્વાસ લીધો હતો. . તેઓ 5 વાર ધારાસભ્ય અને એકવાર સાંસદ રહી ચૂક્યા છે. પાટણના પીંપળ ગામે તેમની અંતિમવિધિ થશે.
મળતી માહિતી પ્રમાણે લીલાધર વાઘેલા (Liladhar Vaghela) છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટણના તેમના વતન એવા પીમ્પળ ગામ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના પાર્થીવ દેહને તેમના ગામ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્યા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો છે. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી.
લીલાધર વાઘેલા કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં જોડાયા હતા. તેઓ બે વાર ભાજપમાંથી ગુજરાતમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. OBC નેતા એવા વાઘેલા મોદી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા હતા. 87 વર્ષીય નેતા ઠાકોર સમાજના મોટા ગજાના અગ્રણી હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.