Patan City News : દબાણ હટાવવાના મુદે લાંચ માંગ્યા હોવાના આક્ષેપથી સર્જાયો વિવાદ.

પાટણ શહેરના (Patan City News) ચાણસ્મા હાઈવે ખાતે એ-પ તિરુપતિ બંગ્લોઝમાં રહેતાં ઠકકર અરવિંદ જયંતિલાલ દ્વારા પોતાના મકાનની બહાર નગરપાલિકાની પરમીશન લીધા બાદ તેની કોમર્શીયલ આકારણી કરાવવામાં આવી હતી અને આ કોમર્શીયલ આકારણી થઈ ગયા બાદ તેઓ દ્વારા પોતાના ઘરની બહાર દુકાન બનાવવામાં આવી હતી.

ત્યારે આ દુકાનનો વર્ષ ર૦૧૯-ર૦નો કોમર્શીયલ વેરો પણ ભર્યો હોવા છતાં પાટણ કમલીવાડા ૬૬ કે.વી. લાઈનની નીચેનું પતરાવાળુ બાંધકામ પાલિકા દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય રકમત રમી એકજ મહિનામાં બે વાર તોડી પાડી ઠકકર અરવિંદને આર્થિક ખૂબજ નુકશાન પહોંચાડયું છે ત્યારે તેઓ દ્વારા (Patan City News) પાટણ નગરપાલિકાને લેખિતમાં અરજી આપી જણાવ્યું હતું કે પાટણ કમલીવાડા ૬૬ કે.વી. લાઈન નીચે આજની તારીખે પણ કેટલાય કામો ચાલુ છે અને જેટકો ઓફિસની યાદી પ્રમાણે ૯પ જેટલા બાંધકામો થયેલા છે જેથી પાલિકા દ્વારા રાજકીય રમત ન રમી કાયદાની રુએ આ તમામ બાંધકામો પણ દૂર કરવા આવેદનપત્રમાં જણાવ્યું હતું.

અને વધુમાં દશ દિવસમાં વહેલીમાં વહેલી તકે ઠકકર અરવિંદને ન્યાય આપી ૬૬ કે.વી. લાઈનની નીચેના તમામ દબાણો દૂર કરી ચાલુ બાંધકામો પર રોક લગાવવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે તો પહેલી સપ્ટેમ્બર ર૦ર૧ના રોજ તેઓના પરિવાર અને સમર્થકો સાથે નગરપાલિકા ચીફ ઓફિસરની ઓફિસમાં ભૂખ હડતાળ પર બેસવાની પણ ચિમકી આવેદનપત્રમાં આપી હતી. તો ઠકકર અતુલ જયંતિલાલ જેઓ તિરુપતિ બંગ્લોઝના કે-૬ નંબરમાં રહે છે તેઓની બિલ્ડરે બનાવેલી લીગલ દિવાલ અને દરવાજા તોડી પાડતાં તેઓ દરવાજા વિહોણા બની જતાં રોજેરોજ ઘરમાં ચોરી થવાનો ભય સતાવી રહયો છે.

અને તેઓની દિવાલ અને દરવાજા પાલિકા દ્વારા તોડી પાડવામાં આવતાં રખડતા ઢોરો, કૂતરાઓ, ગઘેડાઓ ઘરમાં આવીને ગંદકી કરે છે અને તેઓનો દૂધનો વેપાર હોવાથી ડેરીના ખાલી કેરેટ પણ ખુલ્લા પ્લોટમાં બહાર મૂકેલા હોઈ તે પણ ચોરી થવાનો ભય રહયો છે. જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કે-૬ નંબરની હકકની દિવાલ તેમજ દરવાજો પાલિકા દ્વારા બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત અરજી આપી છે. તો ઠકકર અરવિંદની દુકાન તોડી પાડવાના મામલે એક મધ્યસ્થી દ્વારા તેઓની દુકાનની ઈંટ પણ ન હલે તે માટે પાંચ લાખ રુપિયાનો વહીવટ કરવાના આક્ષોપો સાથે ઓડીયો કલીપ સોશીયલ મીડિયામાં વાયરલ કરી હતી.

સાંભળો 17 મિનિટની આ ક્લિપમાં શું આક્ષેપો કરાયા – Patan City News

ત્યારે દશરથજી ઠાકોર હાંસાપુર ગામના ઈસમે અરવિંદભાઈને બદનામ કરવા માટે આ કાવતરુ ઘડયું હોવાનું અરવિંદભાઈએ આક્ષોપ કરી તેઓને બદનામ કરવા માટે જે કોઈ ઈસમે આ કાવતરુ કયું છે તેની સામે આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફોજદારી ગુનો દાખલ કરવાનું પણ જણાવ્યું હતું

PTN News

Related Posts

ભાવનગર : સિહોરમાં કાંસાના 5 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા

ભાવનગરના સિહોરમાં આજે સવારથી જ સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા વાસણના પાંચ વેપારીઓને ત્યાં કરી હતી રેઈડ …. અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો  In Sihore of Bhavnagar, the teams of…

રાજકોટમાં બે-બે હત્યાથી ચકચાર, યુવાનોમાં વધતો ક્રાઈમ રેટ ચિંતાનો વિષય

રાજકોટમાં એક દિવસમાં બે હત્યા… કોઠારીયામાં અજાણ્યા યુવાનની હત્યા કરી સળગાવેલી લાશ મળી… તો ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે 18 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા… બે-બે હત્યાથી સમગ્ર શહેરમાં ચકચાર… ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024