ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહોમ્મદ સાહેબનાં નવાશા અને હજરત અલીના પુત્ર સહિદે આઝમ ઈમામ હુસૈને માનવતાના મુલ્યો અને સત્યના કાજે કરબલાના રણમાં શહીદી વહોરી લીધી હતી. તેની યાદમાં મુસ્લિમ બીરાદરો દવારા પ્રતિ વર્ષ મહોર્રમ પર્વ મનાવવામાં આવે છે. અને તેમને અકીદત પેસ કરવામાં આવે છે. ત્યારે પાટણમાં મહોરમ પર્વની આગલી રાતે એટલે કે નવમા ચાંદે કતલની રાત મનાવવામાં આવે છે.પરંતુ ચાલુ સાલે વૈશ્વીક કોરોના મહામારીને લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ તાજીયા જુલુસ મૌકુફ રાખવામાં આવ્યા હતા. અને બાધા માનતા માટે પોત પોતાના વિસ્તારોમાંજ તાજીયા જુલુસ મુકી બાધા માનતા પૂર્ણ કરવામાં આવી હતી.

ત્યારે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડીસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરી પોતપોતાના વિસ્તારોમાં તાજીયા સાદગી પૂર્ણ રીતે રાખવામાં આવ્યા હતા. ત્યારે રાત્રી દરમ્યાન કલાત્મક અને લાઈટીંગવાળા તાજીયા જુલુસ આકષણનું કેન્દ્ર બન્યા હતાં. આમ ચાલુ સાલે વૈશ્વીક કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પાટણ મુસ્લીમ સમાજ દવારા સરકારની ગાઈડ લાઈન મુજબ સાદગી પૂર્ણ રીતેજ પોત પોતાના વિસ્તારોમાંજ બાધા માનતા રૂપે તાજીયા મુકવામાં આવ્યા હતા.

ત્યારે મોહરમના નવમા ચાંદે પાટણના એકટીવ ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પાટણ શહેરના તમામ વિસ્તારોમાં મૂકવામાં આવેલા તાજીયા-જુલુસ મુબારકની જીયારત કરી આગેવાનોને મળી પડતી મુશ્કેલી અંગે ચર્ચા વિચારણા કરી હતી. તો મુસ્લિમ બિરાદરોના આસ્થા અને ભકિતના કેન્દ્ર સમા મોહરમ પર્વમાં પોલીસ મિત્રોને પણ સાથ સહકાર આપવા વિનંતી કરતાં મુસ્લિમ સમાજે તેઓનો આભાર વ્યકત કર્યો હતો. તો આજે મોહરમના દશમા ચાંદે મોહરમ પર્વને લઈ પોતપોતાના વિસ્તારમાં જ તાજીયા-જુલુસ કાઢી મોહરમ પર્વની આસ્થા અને ભકિત સાથે ઉજવણી કરવામાં આવી હતી. અને યાહુસેનના નાદ સાથે યુવાનોએ હજારો વર્ષો પૂર્વે આપેલી શહાદતને યાદ કરી હતી. તો કેટલાક યુવાનોએ મોહરમ પર્વને લઈ હૈરત અંગેર કરતબો બતાવી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

તો મોહરમના નવમાં અને દશમાં ચાંદે નિકળતા મહોરમના જુલુસને મૌકુફ રાખી સોશીયલ ડિસ્ટન્સ અને સાદગીપૂર્ણ રીતે સરકારની ગાઈડલાઈન મુજબ પોતપોતાના વિસ્તારોમાં જ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હોવાનું ભુરાભાઈ સૈયદે જણાવ્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024