પાટણ શહેરના પાવર હાઉસ પાસે આવેલ ઉત્તર ગુજરાત વિજ કંપની ના પેટા વિભાગ ૧ માં દર શ્રાવણ માસમાં પરંપરાગત જી.ઈ.બી.ની ઓફિસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ કથાના આયોજન નો મુખ્ય હેતુ જી.ઈ.બી.ના કર્મીઓનું આરોગ્ય સચવાઈ રહે, કોઈ જાન હાની કે અકસ્માત ના સર્જાય અને ઓફીસમાં કર્મચારીઓ વચ્ચે પારિવારીક ભાવના જળવાઈ રહે તેવા શુભઆશયથી આ કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ સાલે ડેપ્યુટી એન્જીનીયર સોલંકી પોતાના પરિવાર સાથે સત્યનારાયણ ભગવાનની કથાના યજમાન બન્યા હતા.
અને આરતી સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેઓના પરિવારે લાભ લીધો હતો. આ પ્રસંગે પેટા વિભાગ ૧ ના ડેપ્યુટી એન્જીનીયરે પરંપરાગત સત્યનારાયણ ની કથા જી.ઈ.બી. ઓફીસ ખાતે રાખવા પાછળના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.