વિશ્વ બંધુત્વની ભાવના તેમજ ગાંધી મૂલ્ય પ્રચારક તરીકે ૮૩ વર્ષની જૈફ વયે પણ સમર્પિત ભાવે કામ કરી રહેલા પાટણના જિલ્લા ગાંધી પ્રચારક ધનજી આેખાભાઈ વિશ્વબંધુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા એવોડ્ર્સ અંગે અન્યાય કરાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે આજે બુધવારના રોજ કલેક્ટર કચેરી બહાર એક દિવસના પ્રતિક ધરણાં પર ઉતરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

આ અંગે ધનજીભાઇએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તેમને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની દરખાસ્ત ફરીથી જિલ્લા સ્તરેથી મંગાવી હતી, પણ એવોર્ડ કે પુરસ્કાર ન આપીને વડાપ્રધાન દ્વારા તેઆેની અવગણના કરાઈ રહી છે તેવી નારાજગી સાથે તેઆે ધરણાં બેઠા છે. તેઆે શાળા-કોલેજો, સંસ્થાઆે અને ગામોમાં ગાંધી મૂલ્ય પ્રસાર અને વિશ્વ શાંતિ અંગે વ્યાખ્યાન આપીને તેમાંથી જે પુરસ્કાર મળે તેમાંથી તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ત્યારે આ ગાંધી પ્રચારક ધનજીભાઈએ ઈમેઈલ દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી તેનો કોઈ ઉકેલ ન આવતાં વડાપ્રધાનના વિરોધમાં ગાંધીચિંધ્યા માર્ગે એક દિવસના ઉપવાસ પર બેઠા હતા અને દેશભરના ગાંધીવાદીઓ અને ગાંધી સંસ્થાઓનું સન્માન એવોડો આપીને કરોડો ધનરાશી આપે છે ત્યારે વિશ્વબંધુ ધનજીભાઈ ગરીબી રેખા નીચે દરિદ્રમય જીવન ગુજારી રહયા હોવાથી તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ સાથે કલેકટર કચેરીની બહાર એક દિવસના ઉપવાસ પર બેઠા હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024