પાટણ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ જ્ઞાતિ ના મહિલા મંડળ દ્વારા રવિવારના રોજ જ્ઞાતિની વાડી ખાતે શરદ પૂણિમાં ના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં જ્ઞાતિ લોકો માટી સંખ્યા માં હાજર રહી માં અંબા ની આરતી તેમજ પૂજા અર્ચના કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મહિલા મંડળના સભ્યો સહિત જ્ઞાતિજનો ટ્રેડિશનલ પહેરવેશ માં ગરબાની રમઝટ માણી હતી તો સાથે ગરબામાં સહભાગી થનાર ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો જ્ઞાતિના દાતાઓના આર્થિક સહયોગ થકી સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ શક્તિ ભાઈ ત્રિવેદી, મંત્રી ચંદ્રવદન ભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી દિલીપ ભાઈ ત્રિવેદી સહિત કારોબારી સભ્યો પણ હાજર રહી પ્રસંગ ને સફળ બનાવ્યો હતો. મહિલામંડળના પ્રમુખ સોનાલી બેન, વંદનાબેન, નેહાબેન દવે અને રીમા બેન ત્રિવેદીએ આ શરદોત્સવના ગરબાનું સુંદર આયોજન કયું હતું.