દેશભરમાં ભારે શ્રધ્ધા ભકિત પુર્વક નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આસો માસની નવરાત્રી દરમ્યાન માતાજીના ગરબા ગાવાનું વિશેષ મહત્વ રહેલુ છે.
અને તેથી નવ દીવસ સુધી દેશભરના લોકો માતાજીના ગરબાનો આનંદ લઈ માતાજીની ભકિત સાથે આરાધના કરતા હોય છે. ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર રોડ પાસે આવેલ ચિત્રકુટ સોસાયટી ખાતે દર વર્ષે નવરાત્રિ પર્વમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે
જે અન્વયે ચાલુ સાલે પણ સોસાયટીના રહીશો દવારા માનવ સર્જીત ૧૦૮ દીવાની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તો બહેનોએ પણ સામુહિક આરતી કરી માતાજીને રીઝવવાના પ્રયત્નો કર્યા હતાં. તો પ૧ જેટલી બહેનો પણ આ સમૂહ આરતીમાં જોડાઈને માતાજીને રીઝવવાના પ્રયત્નો કર્યા હતા.
તો ચિત્રકુટ ખાતે યોજાયેલી મહાઆરતી કરવામાં આવતાં સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાઈ જવા પામ્યું હતું.