પાટણ શહેર સહિત જિલ્લામાં શનિવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે દેવસ્થાનો અને ગુરુ ગાદીએ શ્રદ્ઘાળુ ભક્તોએ ગુરુજીના ચરણોમાં ગુરુવંદના કરી હતી.

ચાલુ સાલે બે પૂનમ હોવાના કારણે કેટલીક જગ્યાએ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી શુક્રવારના રોજ કરવામાં આવી હતી તો કેટલીક જગ્યાએ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી શનિવારના રોજ કરવામાં આવી હતી .

પાટણ નજીક ધારપુર રોડ પર આવેલ પાંચ કુવા વાળી શિક્ત મંદિર પરિસર ખાતે પરમ પૂજ્ય શંકર ગિરી મહારાજ ના સાનિધ્યમાં શનિવારના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે યજ્ઞ સહિત સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું .

તો ગુરુપૂર્ણિમા નાં પવિત્ર દિવસે છેલ્લા વીસ વર્ષથી બાપુ સાથે નાતો ધરાવતા બાલીસણા ના વતની અને મુસ્લિમ સમાજ નાં આગેવાન અસરફભાઈ શેખ અને હમિદભાઈ શેખે પણ પરંપરાગત રીતે શંકરગીરીજી મહારાજ ની પુજા અર્ચના કરી કોમી એખલાસ ની મિશાલ નાં દિદાર કરાવ્યા હતા. તો પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિત ભાજપના આગેવાનો અને પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ ખાસ મહારાજના આશીર્વાદ લઈ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી. આ પ્રસંગે કે.સી.પટેલે ગુરુપૂર્ણિમાનું મહાત્મ્ય જણાવી ગુરુઓને યાદ કરી તેઓનું ઋણ ચુકવવાનો દિવસ હોવાનું જણાવ્યું હતું.

તો આ પ્રસંગે પ.પૂ. મહંતશ્રી શંકરગીરી ગુરુશ્રી શ્રી ૧૦૦૮ લક્ષમણગીરીએ જણાવ્યું હતું કે વિશ્વ કલ્યાણઅર્થે મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને પત્રકારોની કલમ સત્ય માટે હંમેશા ઉપડે તે માટે પણ તેઓએ આશીર્વાદ પાઠવી કંઈક આ રીતે પત્રકારોની કલમની તાકાત વિશે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

તો પાટણ નજીક નોરતાના ગામે આવેલ દોલતરામ મહારાજ ની જગ્યા માં આજે શનિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું હતું જ્યાં ગુરુ ભક્તોએ દોલતરામ મહારાજ નું પૂજન અર્ચન કરી આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો પણ સંત શ્રી દોલતરામ મહારાજ ના ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ પ્રસંગે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી તો શહેરના કરંડીયાવીર મંદિર ખાતે ની જયદેવ પ્રસાદ ની ગુરુગાદી એ ગોપાળ ભાઈ મહારાજ ને ભક્તોએ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ ખાતે જિલ્લામાં ભાજપ દ્વારા યોજાયેલ ગુરુવંદના કાર્યક્રમ માં માસ્ક અને સોસીયલ ડિસ્ટનના ધજાગરા જોવા મળ્યા હતા તો મોટા ભાગ ના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024