પાટણ : હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીના પુતળાનું કરાયું દહન

કાશ્મીર સ્કૂલ માં આતંકવાદી હુમલા માં ર શિક્ષકો ની હત્યા ના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન સાથે સુત્રોચ્ચાર કરી ધટના ને સખ્ત શબ્દો માં વખોડી કાઢયો હતો.

તાજેતરમાં કાશ્મીર ની સ્કુલોમાં જઈને આતંકવાદીઓ દ્વારા બે હિન્દુ શિક્ષકોની નિર્મમ હત્યા કરવામાં આવતાં સમગ્ર દેશમાં તેનાં ધેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આતંકવાદીઓના આ જધન્ય કૃત્ય ને વિવિધ હિન્દુ સંગઠન દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢી

પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ,ગૌ રક્ષા દળ, શૈક્ષિક મહાસંધ, સહિતના હિન્દુ સંગઠન દ્વારા આતંકવાદી વિરોધી સૂત્રોચાર જેવા કે હિન્દુ ઓને ઢાના હૈ આતંકવાદ કો હરાના હૈ,બંદુક કા જવાબ તોપ સે દો આતંકવાદ કો ઠોક દો, જહા બલિદાન હુવે મુખરજી વો કશમીર હમારા હૈ જેવા સુત્રોચ્ચાર કરી આતંકવાદીઓનું પૂતળાં દહન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.