પાટણ : શહેરમાં વાયરલ ફીવરના કેસોમાં થયો વધારો

પાટણ જિલ્લામાં કોરોના ની લહેરનો કહેર હતો ત્યારે જિૡામાં હજારો દર્દીઆે કોરોના થી સંક્રમિત થયા હતા પરંતુ છેલ્લા ૧ મહિનાથી કોરોનાની લહેર બિલકુલ મંદ પડી છે તો બીજી બાજુ પાટણ શહેર સહિત જિલ્લામાં વાયરલ ફીવર એ દેખાવ દીધો છે અને સરકારી તેમજ ખાનગી દવાખાનામાં વાયરલ ડીસીઝના દર્દીઆેનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે.

પાટણની સિવિલ હોસ્પિટલમાં નાના બાળકોને વાયરલ કેસીસ વધુ જોવા મળી રહયા છે. પાટણમાં ખાનગી અને સરકારી દવાખાનામાં ૧૦૦ થી ર૦૦ કેસ નોંધાઈ રહ્યા છે તેમજ હાલ સિવિલમાં ઇન્ડોર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કોરોનાના કેસ નહિવત આવી રહ્યા છે બીજી બાજુ શરદી, ખાંસી, તાવના કેસ વધી રહ્યા છે ચોમાસામાં વાયરલ ડીસીઝની શરૂઆત થઈ છે ત્યારે પાટણ સિવિલમાં રોજના ૮૦ થી ૯૦ કેસ છેલ્લા ૧૦ દિવસથી આવી રહ્યા છે અને હાલ કેટલાક દર્દીઆે ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા હોવાનું ડો.હિમાંશુ દવેએ જણાવ્યું હતું.