પાટણ : યુનિવર્સીટીના કુલપતિ દ્વારા રાષ્ટ્રધ્વજને અપાઈ સલામી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના વહીવટી ભવન પાસે ૭પમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો ૭પમા સ્વાતંત્ર પર્વને લઈ યુનિવર્સીટીના કુલપતિ ડો.જે.જે. વોરાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

અને રાષ્ટ્રગીત સાથે દેશના દુલારા તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે ડો.જે.જે.વોરાએ ૭પમા સ્વાતંત્ર પર્વની યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને શુભેચ્છાઓ પાઠવી પોતાના વિચારો વ્યકત કર્યાંહતા.

તો યુનિવર્સીટીના અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં હાજર રહી ૭પમા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.