૭પમા સ્વાતંત્ર પર્વને લઈ જિલ્લામાં ઠેરઠેર રાજકીય, સ્વૈચ્છીક અને સામાજીક સંગઠનો દવારા ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાંલય ખાતે ૭પમા સ્વાતંત્ર પર્વને લઈ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ સફેદ વસ્ત્રોથી સજજ થઈ ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા.

તો પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરના વરદહસ્તે દેશના દુલારા તિરંગાને ફરકાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપી ૭પમા સ્વાતંત્ર પર્વની માનભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસની એક યુવા કાર્યકરે દેશના તિરંગાને લઈ કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કરતાં ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાંલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ આઝાદીની ૭પમી વષગાંઠ નિમિત્તે આઝાદી અમર રહોના નારાસાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી સ્વાતંત્રતા કૂચનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાંલયથી ગાંધીજીના બાવલા સુધીનું રેલી સ્વરુપે આયોજન કરવામાં આવ્યું હતું. તો સ્વાતંત્રતા કૂચની રેલીમાં કોંગ્રેસના આગેવાનો, હોદેદારો દેશના દુલારા તિરંગાને હાથમાં રાખીને રેલીમાં નિકળતાં આકષણનું કેન્દ્ર બન્યા હતા.

આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર ભાવેશ ગોઠીએ જણાવ્યું હતું કે આઝાદીની રપમી વષગાંઠની ઉજવણી પ્રસંગે સ્વતંત્રતા કુચનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી આઝાદીનું મૂલ્ય આજની પ્રજા સમજે અને વર્તમાન સરકાર તાનાશાહી અપનાવી દેશવાસીઓને ગુલામી તરફ ધકેલી રહી છે ત્યારે પહેલા ઈસ્ટ ઈન્ડીયા કંપની આવી હતી તેવી જ રીતે ભારત સરકારના અણધડ વહીવટને લઈ આજે કંપની રાજ ચાલી રહયું છે જેથી સૌ દેશવાસીઓએ એક થઈ આઝાદીની બીજી લડત લડવાના એંધાણ પણ વ્યકત કર્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024