પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી અંતર્ગત આજે જિલ્લા પંચાયતના સ્વણિમ હોલમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ૧૬૮ જગ્યાઓ અને વેઇટિંગ લિસ્ટના ૩ર ઉમેદવારો મળી કુલ ર૦૦ ઉમેદવારોને આજે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા જેમના પ્રમાણપત્રોની ચકાસણી કરી ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોની સ્થળ પસંદગી કરી પોસ્ટિંગ આપવામાં આવશે.

આ ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેટલાક મહિલા ઉમેદવારો પોતાના બાળકોને લઈને તેમજ સાથે ઘોડિયું પણ લઈને ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024