પાટણ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જીલ્લામાં આવેલ મોટાભાગના ગેસ્ટ હાઉસોમાં અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને ધ્યાને આવ્યું હતું જે આધારે આર.કે.અમીન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી પાટણનાઓને આ બાબતે ખાનગી રાહે મળેલ બાતમી આધારે તપાસ કરી ગેરકાયદેસર ચાલતા ગેસ્ટ હાઉસોમાં રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી.

જે સુચના આધારે એસ.ઓ.જી સ્ટાફ દ્વારા આ બાબતે ગુપ્ત રાહે તપાસ કરાવતાં સિધ્ધપુર શહેરના આશીર્વાદ હાઉસમાં આ પ્રકારનું કુટણખાનું ચાલુ હોવાની માહિતી મળી હતી.

જે આધારે ગતરોજ એસ.ઓ.જી શાખા પાટણ તથા સિધ્ધપુર પોલીસ તથા મહિલા પોલીસને સાથે રાખી આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડામાં પંચોલી પરેશભાઇ કૌશીકકુમાર રહે.સિધ્ધપુર , હરીકોટન મીલ કમ્પાઉન્ડ , જયઅંબે ચોક , તા.સિધ્ધપુરવાળો પોતાના ગેસ્ટ હાઉસમાં અનૈતિક દેહ વ્યાપાર કરી કરાવવા સારૂ બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો બોલાવી અનૈતિક દેહ વ્યાપાર કરતા દરોડા દરમ્યાન પકડી પાડી તેમના વિરૂધ્ધ એસ.ઓ.જી શાખા , પાટણનાઓ દ્રારા ઇમોરલ ટ્રાફીકીંગ (પિ્રવેન્શન) એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સિધ્ધપુર પોલીસ સ્ટશને ખાતે સોંપવામાં આવ્યા હતા.

તેમજ આગામી સમયમાં ગેસ્ટ હાઉસોના ઓથા હેઠળ આ પ્રકારની ગેરકાયદેરની દેહવ્યાપારની પ્રવૃતિનો ધંધો કરાવનાર ગેસ્ટ હાઉસોના સંચાલકો વિરૂધ્ધમાં આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું. તો ઘટનાનું કવરેજ લેવા ગયેલ સ્થાનિક પત્રકારોને ગેસ્ટ હાઉસના સંચાલકના પરિવારના સભ્યોએ જાહેરમાં ધમકી આપતો વીડિયો પણ સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024