પાટણ શહેરના હીંગળાચાચર વિસ્તારમાં આવેલ ઝાંપાની ખડકીમાં આજ રોજ બપોરના સુમારે એકાએક પહેલા અને બીજા માળની છત ધરાશયી થતાં સ્થાનીક લોકોમાં ભયના માહોલની સાથે અફડાતફડી સર્જાવા પામી હતી.
આ ધરાશયી થયેલ મકાન શુશીલાબેન મોદીનું હોવાનું જાણવા મળ્યું હતું.
બપોરના સુમારે શુશીલાબેન ઘરમાં રસોઈ બનાવી રહયા હતા. ત્યારે અચાનકજ ધાબાની છત ધડાકા ભેર ધરાશયી થતાં, તેઓ ગેસ ચાલુ રાખીનેજ ઘરની બહાર પોતાનો જીવ બચાવીને નાસી છુટયા હતા.
તેઓને અને તેઓના પાડોશીને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ વોર્ડનંબર ૩ ના સક્રિય અને વોર્ડ વિસ્તારમાં સતત લોકોની મદદ માટે ફરતા જનસંગી એવા કિશોર ભૈયા અને ગોપાળસિંહ રાજપુતને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
તો છત ધરાશયી થવાને કારણે મકાનનું મુખ્ય બારણું બંધ થઈ જવાને કારણે મકાનની બાજુમાં આવેલ બારીની લોખંડની ગ્રીલ તોડીને ફાયર ફાઈટરના કર્મચારીઓ તોડી મકાનની અંદર પ્રવેશ્યા હતા. અને ચાલુ ગેસના બાટલાને બંધ કરી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્યાર બાદ મકાનનો મુખ્ય દરવાજો પણ તોડી પાડવામાં આવ્યો હતો. તે પૂર્વે દરવાજો તોડતાં ફરીથી એકવાર તુટેલા સ્લેબનો કેટલોક ભાગ ધરાશયી થતાં ફાયર ફાઈટરના કર્મીઓએ હેલ્મેટ પહેર્યા હોવાથી તેઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. પરંતુ હાથના ભાગે વાગતા એક કર્મી લોહી લુહાણ થઈ જવા પામ્યો હતો.
આ અંગે સ્થાનીક રહીશોએ ઘટનાસંદર્ભે પોતાના પ્રતિભાવો વ્યકત કરી શુશીલાબેન સહીત પાડોશીને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તો વોર્ડનંબર ૩ ના સતત કાર્યશીલ અને સેવાભાવી જનસંગી કિશોર ભૈયાએ પણ ઘટના સંદર્ભે પોતાના પ્રતિભાવો વ્યકત કાર્ય હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.