પાટણ : ૭રમા વન મહોત્સવની કરાઈ ઉજવણી

પાટણ જિલ્લા કક્ષાના ૭રમાં વન મહોત્સવની ઉજવણીનું પાટણ ખાતે ઉત્તર ગુજરાત યુનિવિર્સટીના કિલાચંદ રંગભવનમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતિસહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું.

જિલ્લા કક્ષાનાં ૭રમાં વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં પાટણના સાંસદ ભરતિસહ ડાભી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા સહિત અધિકારીઆે, પદાધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા.

આ પ્રસંગે બળવંતિસહ રાજપુતે સમગ્ર વિશ્વના વન વિસ્તારની તુલનાએ ભારત અને ગુજરાતના વન વિસ્તારની આંકડાકીય વિગત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૧૪ જિૡામાં વન વિસ્તારની દ્રષ્ટિએ પાટણ જિૡો ૬ઠઠા નંબરે છે. પાટણ જિલ્લામાં ૮% જ વન વિસ્તાર છે જે ચિંતાજનક છે. આ માટે તેમણે પરિવારના દરેક પ્રસંગોએ ફરજીયાત વૃક્ષો વાવવા સૌને હિમાયત કરી તેના માટે સૌનેસંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.

શ્રી રાજપુતે જણાવ્યું કે, વૃક્ષો એ આિક્સજનની ફેકટરી છે. એક વૃક્ષ દર વર્ષે ર૦ કિલો ધૂળ શોષે છે જ્યારે વર્ષે ૭૦૦ કિલો ઉર્જા ઉત્પન્ના કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે. વધુને વધુ વૃક્ષો વાવીને વન વિસ્તાર વધે અને હરિયાળા વિસ્તારમાં વધારો થાય તે માટે સરકાર અને પ્રયત્નશીલ હોવાનું જણાવીને વન મહોત્સવના આયોજન દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીર્ઘ દ્રષ્ટીથી વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો જેના પરિણામે આજે ગુજરાતમાં ૧૧ ટકા વન વિસ્તાર હતો તે વધીને ૩૭ ટકા થયો હોવાનું તેમણે જણાવ્યું હતું .

ગુજરાતમાં આજે ૪૦ કરોડ વૃક્ષો થયા છે તે રાજ્ય સરકારની મોટી સિિદ્ઘ છે. રાજ્યમાં સરકારના પ્રયત્નોના કારણે વન વિસ્તારમાં ૧૯ ટકાનો વધારો થયો હોવાનુંજણાવીને તેમણે ચેરનાં વૃક્ષોમાં પણ ૩૦ ટકાનો વધારો કરી શક્યા હોવાનું ઉમેયુઁ હતું. તેમણે ખેડુતોના ખેતરે ખેતરે ને પાળે પાળે વૃક્ષો વાવવા તેમજ નદીકાંઠે પણ વૃક્ષોના રોપાનું વાવેતર કરાયું હોવાનું જણાવીને વૃક્ષારોપણ માટે ખેડૂતોને અને લોકોનેપ્રોત્સાહન માટે હેક્ટર દીઠ સરકાર ૩૦,૦૦૦ રૂપિયા સહાય આપીને તેમની આર્થીક મજબૂતી પણ કરી રહી હોવાનું બળવંતિસહ એ જણાવ્યું હતું અને આવતા સમયમાં પર્યાંવરણ એક ખૂબ મોટી સમસ્યા બની રહી છે ત્યારે આગામી પેઢી માટે પહેલુ સુખ તે જાતે નયર્ા કહેવત ની જેમ બધાએ વૃક્ષો વાવવા માટે ચિંતા કરીને સંકલ્પબદ્ઘ બનવા જીઆઇડીસીના ચેરમેને અનુરોધ કર્યો હતો.

સાંસદ શ્રી ભરતિસહ ડાભીએ કનૈયાલાલ મુનશીએ ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કરી હોવાનું જણાવી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેનું મહત્વ ઉજાગર કરીને વન મહોત્સવના આયોજન સાથે વધુ ને વધુ વૃક્ષો વાવીને વન વિસ્તાર વધારવા આહલેક જગાડી હોવાનું ઉમેયુઁ હતું. તેમણે કોરોના મહામારી દરમિયાન આેિક્સજનની ખૂબ જરૂર પડી હતી જેથી હવે વૃક્ષોનું મહત્વ સમજીને શુદ્ઘ આેિક્સજન માટે પણ વધુ ને વધુ વૃક્ષો વાવવા હિમાયત કરી હતી.

વન મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષાારોપણનો કાર્યક્રમ યોજાયો હતો તો આ પ્રસંગે સ્વ પ્રયત્નો થકી વનીકરણ દવારા લોકજાગૃતિ લાવનાર વ્યકિતઓનું વન પંડિત પુરસ્કારથી સત્કાર કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે લોકજાગૃતિ અર્થે પ્રકૃતિ રથનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપીને પ્રયાણ કરાવવામાં આવ્યું હતું