હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની પાટણ ખાતે શુક્રવારના રોજ મળેલી એકિઝકયુટીવ કાઉન્સીલની બેઠકમાં નવી ર૦થી રપ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની પાટણ ખાતે ગતરોજ કુલપતિ ડો.જે.જે.વોરાની અધ્યક્ષતામાં એકિઝકયુટીવ કાઉન્સીલની બેઠક મળી હતી જેમાં અગાઉની બેઠકમાં મંજૂર કરાયેલ નવી કોલેજોના જે તપાસ રીપોર્ટ એલઆઈસી કમિટી દવારા રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી જે કોલેજના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હોય તેવી ર૦ થી રપ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત કેટલાક કોર્સમાં નવા અભ્યાસક્રમોને મંજૂરી આપવામાં આવી હતી. હવે આગામી સમયમાં મળનારી કારોબારી સમિતિની બેઠકમાં આ નવી કોલેજોને મંજૂરી અને નવા અભ્યાસક્રમો અંગે ચર્ચા વિચારણા બાદ મંજૂરી અંગે નિર્ણય કરવામાં આવવાનું જણાવ્યું હતું.